- 31 જુલાી સુધી 8 જીલ્લામાં રહેશે કર્ફ્યૂ
- સીએમ રુપાણી સરકારનો મહત્વનો નિર્ણય
અમદાવાદઃ સમગ્ર દેશમાં વધતા જતા કોરોનાના વ્યાપને લીધે ગુજરાત રાજ્યના કેટલાક જીલ્લાઓમાં રાત્રી કર્ફ્યૂ લાગૂ કરાયું હતું, જો કે જેમ જેમ કોરોનામાં રાહત જોવા મળી અને કોરોનાની બીજી લહેર ઓછી થતી ગઈ તેમ તેમ આ કર્ફ્યૂમાંથી ઘણા જીલ્લાઓને મૂક્ત કરવામાં આવ્યા હતા.આ મામલે શુક્રવારના રોજ સીએમ રુપાણીની અધ્યક્ષતામાં મળેલી કોરમમેટિની બેઠકમાં કોરોનાની હાલની સ્થિતિ જે રીતે સામાન્ય થતી જોવા મળી રહી છે તેની સમિક્ષા કરીને કોરોના પાબંઘિઓ અંગે મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા.
વિતેલા દિવસને શુક્રવારાન રોજ મળેલી આ બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે, જે મુજબ રાજ્યના જે ૮ મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, ગાંધીનગર અને જુનાગઢમાં હાલ રાત્રિ કરફયુ રાત્રીના ૧૦ થી લઈને સવારે 6 વાગ્યા સુધી અમલી છે.તેની સમય મર્યાદા વધારાઈ છે.
સરકારે લીધેલા મિુ્રમય પ્રમાણે 20 જુલાઈના રોજથી આ રાત્રી કર્ફ્યૂ પૂર્મ થવાનું હતું જો કે તે પહેલા જ તેની મર્યાદા વધારવામાં આવી છે, હવે આ શહેરોમાં ૩૧ જુલાઇ સુધી રાત્રી કર્ફ્યૂ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ ૮ મહાનગરોમાં રાત્રિ કર્ફયુની સમયામર્યાદા હવે,1 લી ઓગસ્ટના રોજ સવારે ૬ કલાકે પૂરી થશે.ત્યા સુધી કર્ફ્યૂ અનલી રહેશે.
આ સાથે જ એક બીજા નિર્ણય લેવામાં આવ્યો છે , જે પ્રમાણે હવે રાજ્યમાં વોટર પાર્ક અને સ્વિમીંગ પૂલ ર૦ જુલાઇના રોજથી તેની ક્ષમતાના ૬૦ ટકા સાથે અને કોરોના ગાઇડલાઇનના નિયમોને અનુસરીને ખોલવામાં આવશે.આ સાથએ જ આદેશ આપવામાં આવ્યો છે કે આ પ્રકારની તમામે તમામ સંસ્થાઓના માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ અહીંની કાર્ય સાથએ જોડાયેલા તમામ લોકોએ ૩૧ જુલાઇ સુધી વેક્સિનનો પ્રથનમ ડોઝ ફરજિયાત લેવાનો રહેશે.