Site icon Revoi.in

ભારતમાં 8 વર્ષમાં બાયોટેક સ્ટાર્ટઅપનો આંકડો વધીને 5,300ને પાર થયો

Social Share

નવી દિલ્હીઃ ભારતનું સ્ટાર્ટઅપ કલ્ચર દેશની અર્થવ્યવસ્થામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે. બાયોટેક સ્ટાર્ટઅપ 2014માં 52 હતા, જે છેલ્લા 8 વર્ષમાં 2022માં વધીને  5,300થી વધુ થઈ ગયા છે. આ બાયો સ્ટાર્ટઅપના કારણે બાયો ઈકોનોમીના રોકાણમાં પણ વૃદ્ધિ જોવા મળી રહી છે. બાયો ઈકોનોમી (જૈવ અર્થવ્યવસ્થા) વર્ષ 2014માં 10 બિલિયન ડોલર હતી જે વધીને 2022માં 80 બિલિયન ડોલરથી વધુએ પહોંચી ગઈ છે.

કેન્દ્રીય મંત્રી ડો.જિતેન્દ્ર સિંહે જણાવ્યું છે કે, વર્ષ 2014માં જૈવ અર્થવ્યવસ્થામાં 10 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું, જે વર્ષ 2022માં વધીને 4,200 કરોડ થઈ ગયું છે. 25,000થી વધુ રોજગારીનું સર્જન થયું છે. તેમણે જણાવ્યું કે, ભારત ટૂંક સમયમાં બાયોટેકના વૈશ્વિક પારિસ્થિતિક તંત્ર (ગ્લોબલ ઈકોસિસ્ટમ)ના ટોપ 5 દેશોની યાદીમાં શામેલ થઈ જશે.

બાયોટેકમાં અર્થવ્યવસ્થાના એ ક્ષેત્ર શામેલ છે, જે ભૂમિ અન સમુદ્રમાંથી અક્ષય જૈવિક સંસાધનોનો ઉપયોગ કરે છે. બાયોટેક સ્ટાર્ટઅપ બાયોટેકનોલોજીનો પ્રયોગ વિભિન્ન વેક્સીન, મેડિસિન અને ડાયગ્નોસ્ટિક, એનર્જી પ્રોડક્શનને પ્રોત્સાહિત કરવામાં મદદ કરે છે. ભારતમાં બાયોટેકનોલોજીએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ જગ્યા બનાવી લીધે છે. આ ક્ષેત્ર હેઠળ તમામ સંભવિત ક્ષેત્ર જેવા ફાર્માસ્યુટીકલ, ખાદ્ય નિર્માણ, હેલ્થ કેર, જૈવિક ઊર્જા, જૈવિક કૃષિ, બાયો ફાર્મા, બાયો ઈન્ડસ્ટ્રીયલ અને એગ્રિકલ્ચર, એજ્યુકેશન શામેલ છે. બાયોટેકનોલોજીથી જૈવિક હથિયારોનું પણ ઉત્પાદન કરવામાં આવે છે.