- ઓલમ્પિકમાં હવે મહિલાઓનો પણ દબદબો
- માત્ર 4 દિકરીઓથી થઈ શરુઆત, આજે 14 ગણો તેમાં વધારો
દિલ્હીઃ- તાજેતરમાં ઓલપ્મિકનો આરંભ થવા જઈ રહ્યો છે, દેશભરમાંથી મહિલાઓ તથા પુરુષો આ રમતોત્સવમાં ડોજાય છે. જો કે આજથી 69 વર્ષ પહેલાની જો વાત કરીએ તો ત્યારે આ રમગ ગમતમાં ખૂબ ઓછી મહિલાઓ જોવા મળી હતી,હવે 69 વર્ષ પછીનો સમ. બદલાયો છે,દેશની દિકરીઓ આ ક્ષેત્રમાં આગળ આવી રહી થે આટલા વર્શષ દરમિયાન મહિલાઓની સંખ્યામાં 14 ગણો વધારો નોંધાયો છે.એટલે એમ કહેવું ખોટૂ નહી રહે કે, હવે રમત-ગમત ક્ષેત્રમાં મહિલાઓ પુરુષ સમોવડી બની છે.
દેશની ચાર પુત્રીઓએ 1952 ની હેલેસિંકી ઓલમ્પિક્સમાં પ્રથમ વખત બે રમતો, એથ્લેટિક્સ અને તરણમાં ભાગ લીધો હતો. તો આ વખતે ટોકીયોમાં 15 રમતોમાં પડકાર જીલીને સામેલ થતી 55 પુત્રીઓ દેશનું નામ રોશન કરશે.
જેમાં પાંચ રમત-ગમતમાં તો માત્ર દિકરીઓ જ ચાર્જ સંભાળશે. પ્રથમ 60 વર્ષ અને 16 ઓલિમ્પિક્સ (1952 થી 2012) માં જ્યાં 147 પુત્રીઓ રમી, આગામી નવ વર્ષ અને બે ઓલિમ્પિક્સ (2016 (54), 2021) રેકોર્ડ 109 એ ગોરવ પ્રાપ્ત કર્યું.શટલર પીવી સિંધુ જ્યારે સિલ્વર જીતનાર દેશની પ્રથમ મહિલા બની હતી, ત્યારે રેસલર સાક્ષી મહિલા રેસલિંગમાં પ્રથમ મેડલની સાક્ષી બની હતી.
દેશની પુત્રીઓ અત્યાર સુધી ઓલિમ્પિકમાં પાંચ મેડલ જીતી ચૂકી છે. છેલ્લી બે ઓલિમ્પિકમાં દેશની દિકરીઓએ ચંદ્રક જીતીને દેશનું નામ રોશન કર્યુ છે. ટોકીયોમાં દીકરીઓ પાસેથી વધુ ચંદ્રકોની અપેક્ષા છે.મેરી ડિસોઝા વર્ષ 1956, મેલબર્નમાં સતત બીજી વાર ઓલિમ્પિક માટે ક્વોલિફાય થઈ હતી પરંતુ સરકારે તેમને બજેટની મર્યાદા ટાંકીને નહોતી મોકલી. આ રમતોમાં ભાગ લેનારી તે એકમાત્ર મહિલા હતી. તેમણે 100 અને 200 મીટરની રેસમાં રમવાનું હતું.
આ ઉપરાંત 1988 અને 1992 માં છ અને 1996 માં નવ મહિલાઓએ રમતોમાં ભાગ લીધો હતો. તે જ સમયે, ત્રણ (વર્ષ 1960, 1968 અને 1976ની રમતોમાં, કોઈ પણ મહિલા ક્વોલિફાઇ થઈ શકી નહોતી.17 વર્ષની ઉંમરે નીલિમા ઘોષ ઓલિમ્પિક રમતોત્સવમાં મેદાનમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય મહિલા છે. 21 જુલાઈ 1952 ના રોજ હેલેન્સ્કી ઓલિમ્પિક રમતોની 100 મીટરની દોડમાં ભાગ લઈ તેણે આ રેકોર્ડ બનાવ્યો હતો.