નવી દિલ્હીઃ ઈઝરાયેલના હવાઈ હુમલાને કારણે લેબનોનમાં વિસ્થાપિત લોકોની કુલ સંખ્યા વધીને લગભગ 12 લાખ થઈ છે. ગઈ કાલે લેબનીઝ મંત્રીમંડળ પરિષદ દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ મોટા ભાગના વિસ્થાપિતો અન્ય વિસ્તારોમાં સ્થળાંતર કરી ગયા છે, પરિવાર સાથે રહ્યા છે, રહેવાની જગ્યાઓ ભાડે લીધી છે અથવા જાહેર અથવા ખાનગી જગ્યાઓમાં આશ્રય મેળવ્યો છે, જ્યારે હજારો અન્ય લોકોએ હવાઈ માર્ગે મુસાફરી કરી છે અથવા સીરિયા જતા રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ઇઝરાયેલે તાજેતરમાં જ હિઝબુલ્લાહના અધિકારીઓ અને તેમનાં ઠેકાણાને નિશાન બનાવવા માટે બેરૂત અને તેના ઉપનગરો પર તેના હવાઈ હુમલાને વધુ તીવ્ર બનાવ્યા છે.