1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હીમાં ઈ-વાહનોની સંખ્યા વધીને 93 હજાર ઉપર પહોંચી
દિલ્હીમાં ઈ-વાહનોની સંખ્યા વધીને 93 હજાર ઉપર પહોંચી

દિલ્હીમાં ઈ-વાહનોની સંખ્યા વધીને 93 હજાર ઉપર પહોંચી

0
Social Share

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં પેટ્રોલ-ડિઝલના ભાવ વધારો થયો છે, બીજી તરફ સરકાર દ્વારા પ્રદુષણને ધ્યાનમાં રાખીને ઈલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપે છે, એટલું જ નહીં વાહનોની ખરીદી ઉપર સબસીડી આપવામાં આવે છે. દરમિયાન દેશની રાજધાની દિલ્હીમાં ડિસેમ્બર 2022 સુધીમાં લગભગ 93 હજારથી વધારે ઈલેક્ટ્રીક વાહનો નોંધાયાં હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર દેશમાં ઈ-વાહનોનો વપરાશ વધે તે માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે, એટલું જ નહીં વિવિધ શહેરો-નગરોમાં ચાર્જીંગ સ્ટેશન ઉભા કરવા પગલા લેવામાં આવી રહ્યાં છે. જાણીતી કંપનીઓ પણ હવે પેટ્રોલ-ડિઝલ વાહનોની સાથે હવે ઈ-વાહનોનું ઉત્પાદન શરૂ કરું છે. પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયેલા વધારાને પગલે હવે લોકો પણ ઈ-વાહનો વસાવી રહ્યાં છે. ઈ-વાહનોની ખરીદી માટે સરકાર સબસીડી આપતી હોવાથી લોકો ઈ-વાહનો ખરીદવાનું પસંદ કરી રહ્યાં છે.

દિલ્હીના માર્ગો ઉપર પણ મોટી સંખ્યામાં હવે ઈ-વાહનો દોડતા થયાં છે. દિલ્હીના માર્ગો ઉપર ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર, ઈ-રિક્ષા અને ઈ-કાર સહિતના માર્ગો દોડતા થયાં છે. દરમિયાન ડિસેમ્બર 2022 સુધીમાં લગભગ 93 હજારથી વધારે ઈ-વાહનો નોંધાયા હતા. દિલ્હીના માર્ગોમાં આગામી દિવસોમાં ઈ-વાહનોની સંખ્યામાં વધારો થવાની શકયતા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ક્રેપ પોલીસિને પગલે દેશના માર્ગો ઉપરથી 15 વર્ષ જૂના વાહનો દૂર થશે. આ માટે સરકાર દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પ્રદુષણને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્ય સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code