યુવાનોમાં હાર્ટએેટેકનું પ્રમાણ આ કારણોસર વધી રહ્યું છે,તમે ચેતી જજો
છેલ્લા કેટલાક સમયમાં તે જોવા મળ્યું છે કે યુવાનોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધ્યુ છે. આજના સમયમાં યુવાનોને પણ હાર્ટએટેક આવવા લાગ્યા છે. આ વાત આપણે એટલે કહી રહ્યા છે કે જો સામાન્ય રીતે જોવામાં આવે તો સીરિયલ ‘ભાભી જી ઘર પર હૈ’ના કલાકાર દિપેશ ભાન (Deepesh Bhan)ના નિધનના સમાચાર પણ સામે આવ્યા અને તેમનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત પ્રખ્યાત ગાયક કેકેનું પણ હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. આ પહેલા પણ ઘણા સ્ટાર્સનું હાર્ટને કારણે મોત થયું હતું, પરંતુ બિગ બોસ ફેમ સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુએ બધાને ચોંકાવી દીધા હતા. હાર્ટ એટેકના કારણે સિદ્ધાર્થે પણ આ દુનિયા છોડી દીધી હતી. જોવામાં આવે તો યુવાનોમાં હાર્ટ એટેકના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે.
યુવાનોમાં હાર્ટ એટેક આવવા પાછળના કારણ અનેક હોઈ શકે છે. જેમ કે જવાબદારીઓના બોજ કે અન્ય કારણોસર કોઈપણ વ્યક્તિને તણાવની સમસ્યા થઈ શકે છે. જો તણાવ વધે છે, તો તે ડિપ્રેશન જેવી ગંભીર સમસ્યાઓ ઊભી કરી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, મોટાભાગના કેસમાં હાર્ટ એટેક યુવાનોમાં તણાવને કારણે આવે છે.
આ ઉપરાંત આજના મોટાભાગના યુવાનોની જીવનશૈલી ખૂબ જ બગડેલી છે. ગમે ત્યારે સૂવું, ગમે ત્યારે ખાવાનું ખાવા જેવી આદતોને કારણે ઘણી શારીરિક સમસ્યાઓ થાય છે. વ્યસ્ત શિડ્યુલને કારણે યુવાનો પોતાની જીવનશૈલી પર ધ્યાન નથી આપી શકતા પરંતુ આ ભૂલ તમને હાર્ટ એટેકના દર્દી બનાવી શકે છે.
જો ખોરાકને અનિયમિત કરવામાં આવે તો જેમ કે વ્યસ્ત જીવનની વચ્ચે મોટા ભાગના યુવાનો પોતાના ખાવા-પીવા પર ખાસ ધ્યાન આપી શકતા નથી. ઘણી વખત લોકો બહારનું જંક અથવા ઓઇલી ફૂડ ખાવા માટે મજબૂર હોય છે, પરંતુ કેટલાક લોકોને આવા ખોરાકની આદત પડી જાય છે. આ પ્રકારના ખોરાકને કારણે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધે છે. તેમના વધુ પડતા સેવનથી શરીરમાં હાઈ બીપી અને અન્ય સમસ્યાઓ થાય છે. આવી સ્થિતિમાં હાર્ટ એટેક આવવાની શક્યતા રહે છે.
ઉલ્લેખનીય છે કે આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે અને તેની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી.