Site icon Revoi.in

દેશમાં કોરોનાના વળતા પાણીઃ માર્ચ 2020 બાદ નવા નોંધાયેલા કેસની સંખ્યા સૌથી ઓછી

Social Share

દિલ્હીઃ- છેલ્લા છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસો તદ્દન ઓછા આવી રહ્યા છે જો દૈનિક કેસની વાત કરીએ તો આ આકંડો 40ની પણ અંદર નોંધાઈ રહ્યો છે આ સ્થિતિને જોતા એમ કહી શકાય કે દેશમાં હવે કોરોનાના વળતા પાણી જોવા મળી રહ્યા છે

પ્રા્પત વિગત પ્રમાણે જ્યારે કોરોનાની શરુઆત હતી એટલે કે ભારતમાં જ્યારે કોરોનાના કેસ નોંધાવાની શરુઆત થી તે વર્ષ એટલે કે માર્ચ 2020 બાદ હવે કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છે.જે જોતા અંદાજો લગાવી શકાય કે આટલા વર્ષ બાદ કોરોના તદ્દન હળવો થઈ ચૂક્યો છે.

છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના દૈનિક કેસોમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈકાલની સરખામણીમાં આજે પણ દેશમાં કોરોનાના દૈનિક કેસોમાં ઝડપથી ઘટાડો નોંધાયો છે. સ્થિતિ એ છે કે ભારતમાં એક દિવસમાં 50 થી ઓછા નવા કેસ નોંધાયા છે. માર્ચ 2020 પછી, આ એક દિવસમાં કોરોનાનો અત્યાર સુધીનો સૌથી ઓછો કેસ છે.

જો કોરોનાના કેસોની વાત કરીએ તો ભારતમાં એક જ દિવસમાં કોરોના વાયરસ સંક્રમણના 36 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,49,93,579 થઈ ગઈ છે. માર્ચ 2020 પછી એક દિવસમાં નોંધાયેલા નવા કેસની આ સૌથી ઓછી સંખ્યા છે.આજરોજ મંગળવારે સવારે 8 વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે દેશમાં સંક્રમણને કારણે જીવ ગુમાવનારા લોકોની કુલ સંખ્યા 5,31,897 છે.