દેશભરમાં કોરોનાના કેસમાં વધારો – છેલ્લા 24 કલાકમાં નવા નોઁધાયેલા કેસની સંખ્યા 6,000 ને પાર
- દેશમાં ફરી કોરોનાનો વર્તાતો કહેર
- છેલ્લા 24 કલાકમાં 6 હજારથી વધુ કેસ નોઁધાયા
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે કોરોનાના કેસ ખૂબ જ ઝડપી ગતિએ વધી રહ્યા છે છેલ્લા 165 જેટલા દિવસો બાદ કોરોનાના કેસ સૌથી વધુ જોવા મળ્યા છે જેને લઈને સરકાર પણ સતર્ક બની છે અને આજે સ્વાસ્થ્યમંત્રી એ પણ તમામ રાજ્યોના મંત્રીઓ સાથે બેઠક યોજી છે.
જો દેશમાં છેલ્લા 24 કલાકની વાત કરીએ તો આ દરમિયાન કુલ 6 હજાર 50 નવા કેસ નોંધાયા છે આ સાથે જ હવે એક્ટિવ કેસોની સંખ્યા પણ વધી ચૂકી છે. નવા નોઁધાયેલા કેસ વિતેલા દિવસના નોંધાયેલા કેસ કરતાં લગભગ 13 ટકા વધુ છે. દેશમાં કોરોનાના સક્રિય કેસ એટલે કે સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 28 હજારને પાર 303 થઈ ગઈ છે.
24 કલાકના સમયગાળા દરમિયાન કોરોના સંક્રમણને કારણે 14 લોકોના મોત થયા છે. આ પહેલા ગુરુવારે દેશમાં કોરોનાના 5335 નવા કેસ નોંધાયા હતા જ્યારે 6 લોકોના મોત થયા હતા. આ રીતે, છેલ્લા 24 કલાકમાં, કોરોનાના 715 નવા કેસ નોંધાયા છે, જે ગઈકાલની તુલનામાં 13 ટકા વધુ છે.
જો દેશમાં કોરોનાથી સાજા થવાના દરની વાત કરીએ તો અત્યાર રિકવરી રેટ હાલમાં 98.75 ટકા નોધાયો છે. દૈનિક હકારાત્મકતા દરની વાત કરવામાં આવે તો તે 3.39 ટકા જોવા મળે છે. સાપ્તાહિક હકારાત્મકતા દર 3.02 ટકા નોઁધાયો છે.