- ઓમિક્રોનની રફતાર બની ઝડપી
- દેશમાં ઓમિક્રોન દર્દીઓની સંખ્યા 422 પર પહોંચી
- 24 કલાકમાં કોરોનાના 6,987 નવા કેસ નોંધાયા
દિલ્હી: દેશમાં ઓમિક્રોનના વધતા કેસોએ ચિંતામાં વધારો કર્યો છે.જેના કારણે ઘણા રાજ્યોએ નિયંત્રણો લાગુ કરવાનો નિર્ણય લીધો છે. ઓમિક્રોનની દહેશત વચ્ચે કોરોનાના દૈનિક કેસ પણ સાત હજારની નજીક છે. ભારતમાં ઓમિક્રોનના કુલ 422 કેસ મળી આવ્યા છે.શનિવારે જાહેર કરાયેલા ડેટા અનુસાર, મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ 110 કેસ આવ્યા.
આ પછી દિલ્હીમાં 79, ગુજરાતમાં 49, તેલંગાણામાં 38, કેરળમાં 38, તમિલનાડુમાં 34 અને કર્ણાટકમાં 31 કેસ નોંધાયા છે.છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6,987 નવા કેસ નોંધાયા છે અને 7,091 લોકો સાજા થયા છે.તો, 162 લોકોનાં મોત નીપજ્યાં છે. નવો કેસ સામે આવ્યા પછી, દેશમાં એક્ટિવ કેસ વધીને 76,766 થઈ ગયા છે. કુલ રિકવરી 3,42,30,354 છે અને મૃત્યુઆંક વધીને 4,79,682 થઈ ગયો છે.
વડાપ્રધાને શનિવારે કહ્યું હતું કે,10 જાન્યુઆરીથી આરોગ્ય અને ફ્રન્ટલાઈન કર્મચારીઓ, અન્ય ગંભીર બીમારીઓથી પીડિત 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને ડોકટરોની સલાહ પર બુસ્ટર ડોઝ આપવાના શરૂ કરશે.