ચીનમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા કરોડોમાં,લીક દસ્તાવેજથી થયો ખુલાસો
દિલ્હી:વિશ્વના કેટલાક દેશોમાં જે રીતે ફરીવાર કોરોના વધી રહ્યો છે તેને લઈને સૌ કોઈ ચીંતામાં છે. કેટલાક દેશોએ તો આગમચેતી પગલા લેવાનું પણ શરૂ કરી દીધું છે ત્યારે મીડિયા રિપોર્ટ પ્રમાણે ચીનમાં કોરોનાવાયરસના કેસનો આંકડો જાહેર થય છે. મીડિયા રિપોર્ટ અનુસાર એવી આશંકા છે કે અહીં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા લગભગ 250 મિલિયન છે.
આ ચોંકાવનારો ખુલાસો રેડિયો ફ્રી એશિયાએ સરકારના લીક થયેલા દસ્તાવેજોના આધારે કર્યો છે. આ દસ્તાવેજો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યા છે.
રેડિયો ફ્રી એશિયા કહે છે કે સરકારના લીક થયેલા દસ્તાવેજોમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા વાસ્તવિક આંકડા કરતા અલગ છે. ચીનના એક વરિષ્ઠ પત્રકારે રેડિયો ફ્રી એશિયાને જણાવ્યું કે સરકારના લીક થયેલા દસ્તાવેજો સાચા અને સચોટ છે.
નોંધપાત્ર વાત એ છે કે ચીનમાં શનિવારે કોરોનાના 3761 નવા કેસ નોંધાયા હતા. તેમાંથી કોઈનું મૃત્યુ થયું નથી. રેડિયો ફ્રી એશિયાનો આ રિપોર્ટ ત્યારે સામે આવ્યો છે જ્યારે યુકેની હેલ્થ ડેટા ભેગી કરતી ફર્મ એરફિનિટીએ કહ્યું છે કે ચીનમાં એક દિવસમાં 10 લાખ કોરોના દર્દીઓ દેખાશે અને એક દિવસમાં 5 હજાર લોકોના મોત થશે. એરફિનિટીએ ચીનના આંતરિક જિલ્લાઓના ડેટાનો અભ્યાસ કર્યો છે.