Site icon Revoi.in

આખા ગામમાં રહેનારા વ્યક્તિની સંખ્યા ‘એક’, વાંચો ક્યાં છે આ ગામ

Social Share

ભારતમાં વસ્તી વધારે હોવાને કારણે મોટા ભાગના વિસ્તારોમાં ક્યારેય કોઈને એવું ન લાગે તે ત્યાં એકલો છે. ભારતના દરેક ખૂણા પર કોઈને કોઈ તો રહેવાવાળું જોવા મળી જ જાય, પણ આ ઉપરાંત વિશ્વની વાત કરીએ તો વિશ્વના કેટલાક દેશો એવા છે કે જ્યાં વસ્તી ન હોવાના કારણે લોકોને એકલા રહેવું પડે છે.

આવું જ એક ગામ છે રશિયાનું કે જ્યાં સરહદ પર આવેલા ડોબ્રુસા ગામમાં એક જ વ્યક્તિ રહે છે. વાત એવી છે કે સોવિયત સંઘના તૂટ્યા પછી આ ગામના તમામ લોકો નજીકના શહેર અને અન્ય કેટલીક જગ્યાએ સ્થાયી થવા માટે ગયા હતા. તે જ સમયે, કેટલાક લોકો મૃત્યુ પામ્યા હતા. આ પછી આ વર્ષની શરૂઆતમાં અહીં ત્રણ લોકોને બચાવવામાં આવ્યા હતા, જેમાંથી જેન્ના અને લિડિયા નામના કપલની ગત ફેબ્રુઆરીમાં હત્યા કરવામાં આવી હતી. આ પછી આ ગામમાં માત્ર એક જ વ્યક્તિ ગેરિસા મુંટેન રહી ગયો છે.

જો કે ભારતમાં પણ કેટલાક વિસ્તારો અને ગામ એવા છે કે જ્યાં જનસંખ્યા ખૂબ જ ઓછી છે, અનેક પ્રકારની તકલીફોને સહન કરવા કરતા તે લોકોએ પોતાના રહેઠાણોને જ બદલ્યા છે. આ ઉપરાંત ભારત સીવાય કેટલાક દેશો એવા છે કે જ્યાં જનસંખ્યા ન હોવાના કારણે ખાલી થઈ રહ્યા છે અને તે જગ્યાઓ પણ ભૂતિયા સ્થાનમાં ફેરવાઈ રહી છે.

ગેરિસા મુંટેને આ વિશે જણાવ્યું “તેમના ગામમાં લગભગ 50 ઘર હતા, પરંતુ હવે સોવિયત સંઘના તૂટ્યા પછી મોટાભાગના લોકો નજીકના શહેર મોલ્ડોવા, રશિયા અથવા યુરોપમાં સ્થાયી થયા છે.” ગેરિસાનું માનવું છે કે એકલા રહેવાને કારણે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

એકલા જીવનને પસાર કરવું તે ખુબ અઘરું અને મુશ્કેલીભર્યું છે તો પોતાની એકલતા દૂર કરવા માટે મુંટેને આ અનોખી પદ્ધતિ અપનાવી. “ખેતરોમાં કામ કરતી વખતે તે વૃક્ષો, પક્ષીઓ, પ્રાણીઓ સાથે વાત કરતો રહે છે,” મન્ટેન કહે છે. ગેરિસા સમજાવે છે કે “તેની સાથે વાત કરવા માટે અહીં કોઈ નથી.” 65 વર્ષીય ગેરિસા મુંટેનના જણાવ્યા અનુસાર “જેના અને લિડિયા લોજિન્સ્કી ગામના બીજા છેડે રહેતા હતા અને તે ઘણીવાર તેમની સાથે ફોન પર અથવા રૂબરૂ વાત કરતા હતા, પરંતુ હવે તેમના મૃત્યુ પછી તેઓ અહીં એકલા છે.”