નવી દિલ્લી- છેલ્લા કેટલાક સપ્તાહથી સ્થાપિત વલણને એકધારી ગતિએ અનુસરતા, ભારતના સક્રિય કેસની સંખ્યાનું ભારણ ઘટીને કુલ કેસના 3.62% પર પહોંચી ગયું છે.
છેલ્લા 24 કલાક દરમિયાન ભારતમાં નવા કેસની તુલનામાં દર્દીઓના સાજા થવાની સંખ્યામાં વધારો નોંધાયો છે. દૈનિક કેસની તુલનામાં દૈનિક ધોરણે વધારે દર્દીઓ સાજા થવાના વલણને કારણે ભારતનું સક્રિય કેસોનું ભારણ સતત ઘટી રહ્યું છે જે હાલ 3,56,546 છે.
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 30,254 નવા કોવિડ પોઝિટિવ કેસ જોવા મળ્યા હતા, જેની સામે 33,136 દર્દીઓ તે સમયગાળા દરમિયાન બીમારીથી સાજા થયા હતા. તેનાથી છેલ્લા 24 કલાક દરમિયાન કુલ સક્રિય કેસના ભારણમાં 3,273 કેસનો ઘટાડો જોવા મળ્યો છે.
છેલ્લા 7 દિવસ દરમિયાન ભારતમાં વિશ્વમાં પ્રતિ દસ લાખની વસતીમાં સૌથી ઓછા કેસ (158) કેસ નોંધાયા છે, પશ્ચિમના ઘણાં દેશો કરતા ખુબ ઓછા.
છેલ્લા 24 કલાકમાં કુલ સાજા થયેલા કેસની સંખ્યા 93,57,464 છે. સાજા થયેલા કેસ અને સક્રિય કેસો વચ્ચેનું અંતર સ્થિર ગતિએ વધી રહ્યું છે અને તે આજે 90 લાખને પાર પહોંચી (90,918) પર પહોંચી ગયું છે. સાજા થવાના દરમાં પણ સુધારો થયો છે અને તે આજે 95% (94.93%) પર પહોંચી ગયો છે.