Site icon Revoi.in

ભારતમાં ગ્રામીણ વિસ્તારમાં સમાર્ટફોન ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં થયો વધારો

Social Share

દિલ્હીઃ કોરોના મહામારીમાં સ્કૂલ-કોલેજો બંધ હોવાથી વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવતું હતું. દરમિયાન આર્થિક સર્વેક્ષણમાં છેલ્લા બે વર્ષમાં ગ્રામીણ વિસ્તારમાં સ્માર્ટફોન ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો છે. સ્માર્ટ ફોન ધરાવતા ગ્રામીણ વિદ્યાર્થીઓની ટકાવારી 36થી વધીને 62 ટકા થઈ છે. આર્થિક સર્વેક્ષણમાં ઓનલાઇન શિક્ષણ પર લેવામાં આવેલા પગલાંની પ્રશંસા કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના મહામારીને પગલે ગત માર્ચ મહિનાથી સ્કૂલ-કોલેજો બંધ રાખવામાં આવી હતી. બીજી તરફ વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે ઓનલાઈન એજ્યુકેશન વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી. આમ લોકડાઉન દરમિયાન લગભગ ૩૪ કરોડ વિદ્યાર્થીઓને ઘરે બેસીને ભણાવવામાં આવ્યા છે. આનાથી શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વચ્ચેના ડિજિટલ અંતરમાં પણ મદદ મળી. લોકડાઉન પહેલાં માત્ર 36 ટકા વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટફોન હતા. જે વધીને હવે 62 ટકા વિદ્યાર્થીઓ પાસે સ્મર્ટફોન છે. આ ઉપરાંત ઓનલાઇન શિક્ષણ દ્વારા શૈક્ષણિક ભેદભાવ પણ દૂર કરવામાં આવ્યો હતો. આમ બધા બાળકોને એક જ પ્લેટફોર્મ પર એક જ શિક્ષક દ્વારા અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. આ માટે કેન્દ્રએ તમામ રાજ્યોને સહાય પણ કરી હતી.

આર્થિક સર્વેક્ષણ 2020-21 અનુસાર, આગામી દાયકા સુધીમાં ભારતમાં વિશ્વમાં સૌથી વધુ યુવાનોની વસ્તી હશે. તેથી દેશના ભવિષ્યનો વિકાસ કરવા માટે આ યુવાનો માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવાની ક્ષમતા. સર્વે અનુસાર, ભારતે પ્રાથમિક શાળા સ્તરે 96 ટકા સાક્ષરતા દર હાંસલ કર્યો છે. બીજી તરફ 15થી 59 વર્ષના માત્ર 2.4 ટકા કામદારોએ વ્યાવસાયિક તાલીમ મેળવી છે. જ્યારે 8.9 ટકા લોકોએ અનૌપચારિક તાલીમ મેળવી છે.