Site icon Revoi.in

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેનાર પ્રવાસીઓનો આંકડો બે કરોડને પાર

Social Share

અમદાવાદઃ નર્મદા જિલ્લામાં આવેલ પ્રવાસન સ્થળ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ભારત દેશ જ નહિ પણ દુનિયામાં પ્રખ્યાત બની રહ્યું છે. દેશ-વિદેશના મહાનુભાવો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકત લઇ રહ્યું છે. ત્યારે તાજેતરમાં જ બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના સહ-અધ્યક્ષ બિલ ગેટ્સે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. એટલું જ નહિ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું ત્યારથી અત્યાર સુધીમાં બે કરોડ પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લઇ ચુક્યા છે. 2022ની સરખામણીમાં 2023માં પ્રવાસઓની સંખ્યા 10 લાખ જેટલી વધી છે. ત્યારે વર્ષ 2024માં પણ પ્રવાસીઓનો ધસારો યથાવત છે. જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની લોકપ્રિયતા દર્શાવે છે.

 

રાજ્યના પર્યટક સ્થળ તરીકે ઊભરી રહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે મનગમતુ સ્થળ બની રહ્યું છે. રોજબરોજ દેશ -વિદેશના અનેક પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દુનિયાની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમાનું નિર્માણ થયા બાદ અત્યાર સુધીમાં દેશ-વિદેશના 2 કરોડ પ્રવાસીઓ મુલાકાત લઈ ચૂંક્યા છે.  વર્ષ 2023માં સ્ટેચ્યુ ઓફ યુનિટીની 50 લાખથી વધુ પ્રવાસીઓએ આનંદ માણીને રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. ગત 31 ડિસેમ્બરે  મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. ડિસેમ્બરના અંતિમ  અઠવાડિયામાં 4 લાખ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવી ચૂક્યા જે એક વિક્રમ જનક રેકોર્ડ બન્યો હતો.  નાતાલની રજાઓથી લઈને 31 ડિસેમ્બર સુધીમાં એટલે કે  છેલ્લા અઠવાડિયાથી  સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા માટે પ્રવાસીઓનો રેકર્ડબ્રેક ધસારો રહ્યો હતો.  નવા 2024 ના વર્ષને આવકારવા અને વર્ષ 2023 ને વિદાય આપવા માટે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં અત્યાર સુધીમાં એટલે કે, વર્ષ 2018 થી વર્ષ 2023ના અંત સુધીમાં પોણા બે કરોડ પ્રવાસીઓ આવી ચૂક્યા હતા, અને ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પ્રવાસઓની સંખ્યા 10 લાખ જેટલો વધારો નોંધાયો હતો.