દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં બિન માન્યતાપ્રાપ્ત રાજકીયપક્ષોની સંખ્યામાં વધારો
દિલ્હીઃ દેશમાં ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં આગમી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપ, કોંગ્રેસ અને સપા સહિતના રાજકીય પક્ષોએ તૈયારીઓ પ્રચાર શરૂ કરી દીધો છે. દરમિયાન દેશમાં આઠ જેટલા રાષ્ટ્રીય પક્ષ અને 50થી વધારે માન્યતા પ્રાપ્ત પ્રાદેશિક પક્ષો છે. દરમિયાન એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)નો રિપોર્ટ અનુસાર 2010થી 2021 વચ્ચે રજિસ્ટર્ડ બિન માન્યતાપ્રાપ્ત રાજકીય પક્ષોની સંખ્યા વધીને બમણી થઈ છે. દેશમાં નહીં નોંધાયેલા લગભગ 2858 જેટલા રાજકીય પક્ષો હોવાનું જાણવા મળે છે. લોકસભા ચૂંટણીના વર્ષમાં તો ખુબ વધારો થયો છે.
એડીઆરve નવા રિપોર્ટ અનુસાર દેશમાં 2010માં નહીં નોંધાયેલા પક્ષોની સંખ્યા 1112 હતી. જે 2019માં વધીને 2301 થઈ ગઈ અને 2021માં આ સંખ્યા 2858 પર પહોંચી ગઈ છે. 2018થી 2019 વચ્ચે તેમાં 9.8 ટકા વધારો નોંધાયો હતો. જ્યારે 2013થી 2014 વચ્ચે આ વધારો 18 ટકા હતો. કુલ 2796 રજિસ્ટર્ડ બિન માન્યતાપ્રાપ્ત પક્ષોમાંથી 2019-20 માટે માત્ર 230 કે 8.23 ટકા રજિસ્ટર્ડ બિન માન્યતાપ્રાપ્ત પક્ષોનું વાર્ષિક ઓડિટ તથા ફક્ત 160 કે 5.72 ટકાનું વાર્ષિક અનુદાન રિપોર્ટ જાહેરમાં ઉપલબ્ધ છે. ઉત્તર પ્રદેશ, પંજાબ તથા ઉત્તરાખંડથી સંબંધિત આવા માત્ર 90 કે 10.12 ટકા પક્ષો માટે પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારીની વેબસાઈટ પર વાર્ષિક ઓડિટ ઉપલબ્ધ છે. જ્યારે મણિપુર અને ગોવા માટે 2019-20 માટે બિન માન્યતાપ્રાપ્ત પક્ષો અંગે આ જાણકારી ઉપલબ્ધ નથી. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, અને પંજાબ માટે જે 90 બિન માન્યતાપ્રાપ્ત પક્ષોનો ઓડિટ રિપોર્ટ મળ્યો છે તેમણે 2019-20 માટે કુલ 840.25 લાખ રૂપિયાની આવક જાહેર કરી હતી. જ્યારે કુલ ખર્ચો 876.76 લાખ રૂપિયા જાહેર કર્યો હતો. વર્ષ 2019-20માં આ બિન માન્યતા પ્રાપ્ત પક્ષોએ પોતાની કુલ આવક કરતા 36.51 લાખ રૂપિયા વધુ ખર્ચ કર્યો હતો.