હિંમતનગરઃ ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ હતો. 10 હજાર 879 ગ્રામ પંચાયતોમાં સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યોની ચૂંટણી યોજાવાની છે. ફોર્મ ભરવા માટે દાવેદારોનો ધસારો જોવા મળ્યો છે. ત્યારે પ્રાંતિજના મહિલા ઉમેદવારનું ફોર્મ ભરવામાં અધિકારીને પરસેવો છૂટી ગયો હતો. કારણ કે, મહિલા ઉમેદવાર ફોર્મ ભરવા માટે 2 રૂપિયાના સિક્કોઓ લઈને આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ સાબરકાંઠાના પ્રાંતિજમાં એક મહિલા ઉમેદવાર સરપંચનું ફોર્મ ભરવા પહોંચ્યા હતા. પરતુ ડિપોઝિટ પેટે રૂપિયા ભરવા માટે મહિલા ઉમેદવાર પોતાની સાથે ચિલ્લર લઈને આવ્યા હતા. તેમણે ફોર્મની સાથે 2 રૂપિયાના ઢગલાબંધ સિક્કા લઈને આવ્યા હતા. તેમણે ટેબલ પર સિક્કાનો ઢગલો કરી દીધો હતો. આથી 2 રૂપિયાના સિક્કા ગણતા અધિકારીને પણ પરસેવો છૂટી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, પ્રાંતિજની 27 ગ્રામ પંચાયતમાં સરપંચ માટે 97 ફોર્મ ભરાયા છે. તો 27 ગ્રામ પંચાયતમાં વોર્ડ સભ્યો માટે 188 ફોર્મ ભરાયા છે. આજે ગ્રામ પંચાયતની ચુંટણીના ઉમેદવારીપત્રો ભરવાનો છેલ્લો દિવસ હતો. ગઈ કાલે સરપંચ માટે 398 અને સભ્યો માટે 1215 ના ઉમેદવારી પત્રો ભરાયા હતા. 260 સરપંચ બેઠક અને 2234 વોર્ડ સદસ્ય બેઠક માટે ચુંટણી પ્રક્રિયા થશે.
પ્રાંતિજ તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ હતો. તેથી મોટી સંખ્યામાં ઉમેદવોરો ફોર્મ ભરવા માટે આવ્યા હતા. તાલુકાના 27 ગામડાંમાં સરપંચની ચૂંટણી માટે 97 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. અટલે સરપંચોની ચૂટણી રસાકરીભરી બનશે. ગામડાંની સરપંચ કે સભ્યોની ચૂંટણીમાં કોઈ રાજકીય પક્ષના સિમ્બોલ પર ચૂંટણી લડી શકાતી નથી. એટલે સરપંચ જીતે એટલે ભાજપ-કોંગ્રેસ બન્ને પોતાના ઉમેદવાર જીત્યાનો દાવે કરતા હોય છે.