એક સમયની પોર્ન સુપર સ્ટાર આજે લોકોને ધાર્મિક માર્ગ બતાવી રહી છે,ચાલો જાણીયે કોણ છે આ બ્રિટની
પોર્ન ઈન્ડસ્ટ્રીઝમાં લગભગ 10 વર્ષથી પણ વધુ સમય સુધી સુપર સ્ટાર બનેલી બ્રિટની ડે લા મોરા ઉર્ફ જેન્નાપ્રેસલે હવે લોકોને ઈશ્વરના રસ્તા પર ચાલવા પ્રેરીત કરી રહી છે, પોતે આ ઈન્ડસ્ટ્રીઝની ટાટા બાયબાય કહ્યા પછી જે લોકો પોર્ન એડિક્ટ છે તેવા લોકોની તે મદદ કરી રહી છે,રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્તર પર તે અને તેનો પતિ આ પોર્ન એડિક્ટ લોકોને તેમાંથી બહાર લાવવામાં મદદ કરી રહ્યા છે.
100થી વધુ ફિલ્મોમાં કામ કરી ચુકેલી પૂર્વ એડલ્ટ એક્ટ્રેસની એક ચર્ચમાં રિચર્ડ નામના
એક પાદરી જોડે મુલાકાત થઈ હતી,આ બન્નેની મુલાકાત પ્રણયમાં પરિવર્નત પામી હતી અને બન્ને પોતાના પ્રેમને લગ્નના બંધનથી જાડ્યો હતો ,બસ ત્યારથી બ્રિટની મોરાના જીવનમાં નવો વળાંક આવ્યો,અને તેઓ એ એક નવા જીવનના સફરની શરુઆત કરી.
આ દંપતિ હવે એવા લોકોની મદદ કરી રહ્યા છે,જે લોકો પોર્ન એડિકેટથી ખરાબ રીતે બંધાય ચુક્યા છે, ‘બારક્રૉફ્ટ મીડિયા’ ને તેઓએ પાછલા વર્ષે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતુ કે “મે ધણી વાર આ ઈન્ડસ્ટ્રીઝને છોડવાના પ્રયત્નો કર્યા પરંતુ તેવું નહોતી કરી શકી, મારા દાદીએ આપેલા સુજાવ પછી મે ચર્ચમાં જવા લાગી ,અને ત્યારથી મારા જીવનમાં નવો વળાંક આવ્યો”
ભૂતપૂર્વ એડલ્ટ અભિનેત્રી મુજબ, “જ્યારે હું પોર્ન ઇન્ડસ્ટ્રીમાં હતી ત્યારે ચર્ચના લોકો મને ઈસુના પ્રેમ વિશે કહેતા હતા. તે મને પવિત્ર પુસ્તક બાઇબલ અને ‘પ્રસાદ’ આપતા. જ્યારે મેં સાત વર્ષ પહેલાં આ ઈન્ડસ્ટ્રીઝ છોડી દીધી હતી, તે સમય દરમિયાન આ લોકો મારી સાથે હાજર હતા. તેઓની આ પરિવર્તનમાં મહત્વની ભૂમિકા છે.”
હાલના સમયમાં અમેરીકાના સેન ડિએગોમાં કોર્નરસ્ટોન ચર્ચમાં આ દંપતી ધર્મ ઉપદેશકની ભૂમિકામાં છે અને બ્રિટ્ટેની પણ તેની વેબસાઇટ પર આને પ્રોત્સાહન આપી રહી છે. લોકો માને છે કે આગામી દિવસોમાં તેઓ તેમની વેબસાઇટનો નવો ચહેરો પણ બની શકે છે.
બ્રિટનીનીનો સફરઃ— www.brittnidelamora.com પ્રમાણે, બ્રિટનીએ તેની કારકીર્દિની શરૂઆત એક પોર્ન સ્ટાર અને એસ્કોર્ટ તરીકે કરી હતી. જ્યારે તે 18 વર્ષની હતી. 25 વર્ષની ઉમર સુધી તેણે 275 એડલ્ટ ફિલ્મોમાં કામ કર્યું અને 2008 માં તેને ‘બેસ્ટ ન્યૂ સ્ટારલેટ’ માટે એવીએન એવોર્ડ મળ્યો. વર્ષ 2010 માં તેનું નામ જાણીતા ફેશન મેગેઝિન ‘મેક્સિમ’ દ્વારા ટોચની 12 મહિલા પોર્નસ્ટારમાં શામેલ થયું.
ફેમસ અને પોપ્યૂલર બનવાની સાથે સાથે બ્રિટની ડ્રગ્સ અને હતાશાનો શિકાર બની રહી હતી કારણ કે તે આ ઈન્ડસ્ટ્રીઝની ઝપેટમાં પુરેપુરી રીતે ફસાય ચુકી હતી, જેના કારણે તેણે એક માર્ગ અપનાવ્યો હતો. 2011 માં, તેણે નક્કી કર્યું હતું કે તે હવે ક્યારેય અશ્લીલ ફિલ્મો નહીં કરે, ત્યારબાદ તેણે ચર્ચમાં જવાની શરૂઆત કરી અને પોર્ન એડિક્ટેડ લોકોને જાગૃત કરવાનું કામ હાથ ધર્યું ને નવેસરથી નવા જીવનની શરુઆત કરી.