Site icon Revoi.in

AI અને ડીપફેકથી લોકસભાની ચૂંટણીને અસર ના પડે તે દિશામાં શરૂ કરાઈ કામગીરી

Social Share

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડીપફેક ડિજિટલ વર્લ્ડમાં ઘણા પડકારો ઉભા કરી રહ્યું છે. સચિન તેંડુલકર અને રતન ટાટા જેવા દિગ્ગજોથી લઈને બોલિવૂડ અને બિઝનેસ જગતની અનેક હસ્તીઓ શિકાર બની છે. હવે એવી આશંકા જતાય છે કે, ભારતમાં યોજાનારી સામાન્ય ચૂંટણીને AI અને deepfakes દ્વારા પ્રભાવિત કરી શકાય છે. આવા માં, મોટી ટેક કંપનીઓએ ચૂંટણીમાં તેમના દુરુપયોગને રોકવા માટે કમર કસી છે. લોકતાંત્રિક પ્રક્રિયાને ટેક્નોલોજીના પ્રભાવથી મુક્ત રાખવા માટે આ બધા સાથે મળીને કામ કરશે.

લગભગ 50 દેશોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે

વર્ષ 2024માં લગભગ 50 દેશોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. વિશ્વની કુલ વસ્તીનો મોટો હિસ્સો આ વર્ષે તેમની સરકારો ચૂંટવા જઈ રહી છે. આવા માં, આ ટેક કંપનીઓએ AIના દુરુપયોગને રોકવા માટે આ નિર્ણય લીધો છે. મ્યુનિક સિક્યોરિટી કાંફ્રેન્સ દરમિયાન આ કરારની જાહેરાત કરવામાં આવી હતી. કહેવામાં આવ્યું હતું કે Adobe, Amazon, Google, IBM, Meta, Microsoft, Open AI, TikTok અને X મળીને આવી સામગ્રીને રોકશે. ચૂંટણીને પ્રભાવિત કરવા માટે AIનો ઉપયોગ કરી શકાતો નથી.

મેટાના ગ્લોબલ અફેર્સ પ્રેસિડેન્ટ નિક ક્લેગે કહ્યું છે કે AIથી પેદા થતી પડકારો પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. કોઈ એક ટેક કંપની, સરકાર કે સિવિલ સોસાયટી ઓર્ગેનાઈઝેશન આ જંગ લડી શકે નહીં. તેથી દરેક વ્યક્તિ સાથે મળીને કામ કરે તે જરૂરી છે. મોટી કંપનીઓ સાથે આવવાથી અમને AI અને ડીપફેકના દુરુપયોગ સાથે વ્યવહાર કરવામાં મદદ મળશે. આપણે ફ્રી એન્ડ ફેયર ચૂંટણી ઈચ્છીએ છીએ.