- ગુજરાતની પ્રજાને દિવાળઈમાં ટ્રાફિકના નિયમમાં રાહત
- 21 થી 25 સુધી નહી વસુલાય કોી પણ પ્રકારનો દંડ
અમદાવાદઃ- દિવાળીને હવે 2 દિવસ રહ્યા છે આજે વાધબારસનો પર્વ છે ત્યારે દેશભરમાં દિવાળઈને લઈને લોકો મોટા પ્રમાણમાં ઘરની બહાર ખરીદી જેવા કામ અર્થે નીકળી રહ્યા છએ સ્વાભાવિક વાત છે કે આવી સ્થિતિમાં લોકોની ભીડના કારણે ટ્રફિક સર્જાય શકે ,ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધવીએ આ બાબતને સહજતાથી સ્વિકારીને એક નહત્વનો આદેશ આપ્યો છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે વિતેલા દિવસને શુક્રવારના રોડ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી કે રાજ્યની ટ્રાફિક પોલીસ આજથી એટલે કે 21 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર સુધીરાજ્યના કોઈપણ વાહન ચાલક એટલે કે નાગરિકો પાસેથી કોઈ દંડ વસૂલશે નહીં. જો કે, તેણે એમ પણ કહ્યું કે તેનો અર્થ એ નથી કે તમે ટ્રાફિક નિયમોનું પાલન ન કરો. પરંતુ જો તમે તે ભૂલથી કરો છો, તો તમે તેના માટે દંડ ચૂકવશો નહીં.
ઉલ્લેખનીય છે કે દિવાળીના પ્રવના કારણે ટ્રાફિકની સમસ્યા ઠેર ઠેર જોવા મળી રહી છે આવી સ્થિતિમાં જનતા કરે તો પણ શું કરે, લોકોની ભીડ માર્કેટમાં રસ્તાઓ પર એટલી જોવા મળી રહી છે કે ટ્રાફિક ન ઈચ્છતા હોવા થાય જ છે,આવી સ્થિતિમાં જનતાની પરવાહ કરીને રાજ્યના ગૃહમંત્રીએ જનતાના હિતમાં નિર્ણય કરીને આ સૂચનો આપ્યા હતા.