- ઓરસંગ નદીમાં માછલીની જાળ કાઢવા યુવાન ગયો હતો,
- મગરને જોતા યુવાન ભાગ્યોને પગ લપસતા નદીમાં પડ્યો,
- ચાણોદ પાસે ઓરસંગ નદીમાં મગરોની સંખ્યા વધી
વડોદરાઃ નર્મદા અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદને લીધે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. નદીઓમાં પણ પૂર આવ્યા હતા. હવે જન જીવન થાળે પડી રહ્યું છે. ત્યારે ચાણોદ નજીક ઓરસંગ નદીમાં માછલીઓ પકડવા માટે જાળ કાઢવા માટે ગયેલા યુવાનનો મગરે શિકાર કર્યો હતો. અમિત વસાવા નામનો યુવાન ઓરસંગ નદીના કાંઠે જ ઊભો હતા ત્યારે તેની નજીકમાં કાંઠા બહાર એક મગરને જોતા જ યુવાન ભાગવા જતાં પગ
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, વડોદરા જિલ્લાના ચાણોદ પાસેથી પસાર થતી ઓરસંગ નદી ભારે વરસાદના કારણે બે કાંઠે વહેતી થઇ છે. દરમિયાન નદીની કોતરમાં રાજપુરા ગામમાં રહેતો અમિત પુનમ વસાવા (ઉંમર વર્ષ 30) નામનો યુવાન માછલી પકડવા પાણીમાં નાખેલી જાળ કાઢવા માટે ગયો હતો. ત્યારે પાણીમાં મગર દેખાતા તે અચાનક ભાગવા લાગ્યો. પરંતુ આ દરમિયાન તેનો પગ લપસી જતા પાણીમાં પડી ગયો હતો. ત્યારે મગરે તેને જડબામાં પકડી લીધો અને નદીમાં ખેંચી ગયો હતો. જેના લીધે અમિતનું કરુણ મોત નીપજ્યું હતું.
મધ્ય ગુજરાતના તળાવો અને નદીઓમાં મગરો જોવા મળી રહ્યા છે. વરસાદના પાણી સાથે મગરો પણ રોડ-રસ્તાઓ પર આવવા લાગ્યા છે. વડોદરામાં હાલ પૂરની પરિસ્થિતિને ધ્યાને લઈને સામાજીક વનીકરણ વિભાગ દ્વારા વન્યપ્રાણી/વન્યજીવ રેસ્કયુ માટે 18 ટીમ કાર્યરત કરાઈ છે. આ ટીમોમાં વડોદરાના સામાજીક વનીકરણ વિભાગના સ્ટાફ ઉપરાંત સ્થાનિક એન.જી.ઓ. તથા સ્વયંસેવકો સામેલ કરાયા છે. વિશ્વામિત્રી નદીમાં રહેતા મગરો પૂરના પાણીની સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં તણાઈ આવ્યા હતા. મગરો ઉપરાંત સાપ અને કાચબા પણ રહેણાંક વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં વડોદરા શહેરમાંથી 70થી વધુ સાપ અને 10 થી વધુ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.