ગાંધીનગરઃ રાજ્યમાં સોલાર ઊર્જાને પ્રોત્સાહન આપવા માટે સરકારે સબસિડી સહિતની યોજના અમલમાં મુકી હતી. આ યાજનાથી પ્રેરાઈને અનેક નાના ઉદ્યોગકારે અને ખેડુતોએ બેન્કોમાંથી લોન લઈને પ્રોજેક્ટ્સ તૈયાર કરી દીધા હતા. હવે સરકારે સોલાર પાલીસીમાં રાહતના મુદ્દે હાથ ઊંચા કરી દેતા લાકો રૂપિયાનું કરોકાણ કરેલા પ્રોજેક્ટના સેચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. અને સરકાર સમક્ષ ફરીવાર રજુઆત કરીને રાહત આપવાની માગણી કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા સોલાર પોલિસીમાં સોલાર ઊર્જા પ્રોજેકટ માટે લેવાયેલી બેંક પર 7 ટકા વ્યાજ સબસિડી અને કેપીટલ વસાવવા માટે ખર્ચાયેલી રકમ પૈકી 30થી35 લાખ સબસિડી આપવાની જોગવાઇ કરી હતી. આ જોગવાઇના આધારે સોલાર ઊર્જા ઉત્પન્ન કરવા માગતા નાના ઉદ્યોગકારો અને ખેડૂતોએ મળીને પ્રોજેકટ તૈયાર કરી દીધા છે, પણ હવે સરકારે સબસિડી અને કેપીટલ જોગવાઇ આપવા બાબતે હાથ ઊંચા કરી દેતા નાના ઉદ્યોગકારો અને ખેડૂતો ફસાઈ ગયા છે.
સૂત્રોએ ઉમેર્યુ હતુ કે, રાજ્યના ઊર્જા વિભાગ અને સોલાર ફેડરેશન ઓફ સોલાર ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે શુક્રવારે બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્ય સરકારે 7 ટકા વ્યાજ સહાય અને 30થી35 લાખની કેપિટલ સહાયનો વિકલ્પ રજૂ કર્યો હતો,પણ સોલાર ઉદ્યોકારો તેમાં સહમત ન થતા ફરી આગામી સોમવારે બેઠક બોલાવાઇ છે દરમિયાનમાં સોલાર ઉર્જા ઉત્પાદકોનું કહેવું છે કે,પોલિસીને ધ્યાનમાં રાખી નાના ઉદ્યોગકારોએ ખેડૂતોની જમીન રાખીને સોલાર ઉર્જા ઉત્પન્ન કરવાના પ્રોજેકટ તૈયાર કરી દીધા હતા. લાખો રૂપિયાના રોકાણ બાદ સરકારે હાથ ઊંચા કરી દેતા ઊર્જા પ્રોજેક્ટ સંચાલકોની સ્થિતિ કફોડી બની છે. (file photo)