Site icon Revoi.in

હિમાચલમાં કોંગ્રેસને ભૂલાય નહીં તેવું દર્દ, કોણ છે એ મ્હોરું જેને ભાજપે બનાવ્યા પ્રદેશના ચાણક્ય?

Social Share

શિમલા: 2022ના અંતમાં હિમાચલ પ્રદેશ વિધાનસભામાં જીત બાદ કોંગ્રેસને મળેલી સત્તા પર હવે સંકટના વાદળો છવાય ગયા છે. રાજ્યસભા ચૂંટણીમાં પાર્ટીના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવીને મળેલી કારમી હાર બાદ હવે સુક્ખવિન્દરસિંહ સક્ખૂની સરકારના પડવાનું લગભગ નક્કી થઈ ચુક્યું છે. 40ના મુકાબલે 25 વોટના ભારે અંતર છતાં ભાજપે કોંગ્રેસને મ્હાત આપી છે. તે પાર્ટીના રણનીતિકારો માટે મોટો આંચકો અને ક્યારેય ભૂલાય નહીં તેવો બોધપાઠ છે.

ભાજપે બાજી પલટવા માટે ફરી એકવાર કોંગ્રેસના જૂના મ્હોરાનો ઉપયોગ કર્યો છે. ભાજપ તરફથી રાજ્યસભાની ચૂંટણી જીતનારા હર્ષ મહાજન જ તે શખ્સ છે, જે ક્યારેક કોંગ્રેસના મજબૂત સિપાહી હતા અને હવે પહાડી રાજ્યમાં કમળ ખિલવવા માટે મહેનત કરી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્રસિંહના બેહદ નિકટવર્તી રહેલા હર્ષ મહાજન ત્રણ વખત ધારાસભ્ય અને એક વખત મંત્રી રહી ચુક્યા છે. ચંબાના વતની હર્ષ મહાજનના પિતા દેશરાજ મહાજન પણ કોંગ્રેસના નેતા હતા. 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા હર્ષ મહાજનને ભગવા કેમ્પે હિમાચલના ચાણક્ય તરીકે ઉપયોગમાં લીધા છે. હર્ષ મહાજનને રાજ્યસભાના ઉમેદવાર બનાવાયા બાદ આશંકા વ્યક્ત કરાય રહી હતી કે પહાડી રાજ્યના રાજકારમાં કેટલોક ગરમાવો જોઈ શકાય છે. હર્ષ મહાજન વીરભદ્રસિંહના મોટા રણનીતિકાર અને મહત્વના સહયોગી હતા. તેમના કોંગ્રેસના નાના કાર્યકર્તાઓથી લઈને તમામ મોટા નેતાઓ સાથે સંપર્ક છે. હર્ષ મહાજને પોતાના જૂના પરિચયનો ઉપયોગ કરતા કોંગ્રેસના બળવાખોર જૂથને પોતાની સાથે જોડયું.

સોમવારે જ્યારે રાજ્યસભાની ચૂંટણી માટો વોટોની ગણતરી થઈ રહી હતી, તો મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુક્ખૂના મીડિયામાં આવેલા નિવેદનથી સ્પષ્ટ થઈ ચુક્યું હતું કે તેમને જમીન ખસવાનો અહેસાસ થઈ ચુક્યો છે. સાંજે પરિણામ આવ્યા, તો એ જ થયું જેનો ડર હતો. બંનેના પક્ષમાં 34-34 વોટ હતા. બાદમાં ચિઠ્ઠીએ પણ ભાજપનો સાથ આપ્યો અને ભગવા કેમ્પે તે કરી દીધું જેની કલ્પના હિમાચલની બહાર બેઠલા ઘણાં રાજકીય પંડિતો કરી રહ્યા ન હતા.