Site icon Revoi.in

બાબા સિદ્દીકની હત્યા કેસમાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું

Social Share

 મુંબઈઃ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં NCP નેતા બાબા સિદ્દીકીની હત્યાની તપાસ દરમિયાન પોલીસને મોટી સફળતા મળી હોવાનું જાણવા મલે છે. બાબ સિદ્દીકીને ગોળી મારવા માટે ઉપયોગમાં લેવાયેલા હથિયારો પાકિસ્તાનથી આવ્યા હોવાનું ખુલ્યું છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને તપાસમાં જાણવા મળ્યું છે કે બાબા સિદ્દીકીની જે પિસ્તોલથી હત્યા કરવામાં આવી હતી તે પિસ્તોલ રાજસ્થાનથી મુંબઈ લાવવામાં આવી હતી. આ માહિતી બાદ રાજસ્થાનમાં આવા અદ્યતન હથિયારો ક્યાંથી આવે છે તે શોધવા માટે ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ રાજસ્થાન પહોંચી છે. સૂત્રોનો દાવો છે કે ઘણી વખત આવા હથિયારો પાકિસ્તાનથી સરહદ પાર રાજસ્થાન લાવવામાં આવે છે. હાલ ક્રાઈમ બ્રાન્ચ હથિયારોના સાચા સ્ત્રોતને શોધવામાં વ્યસ્ત છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબરે દશેરાની રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેમના પુત્ર અને ધારાસભ્ય જીશાન સિદ્દીકીની ઓફિસ પાસે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ગોળીબાર કરનારા ત્રણ હુમલાખોરો હતા, ભાગતી વખતે, બે હુમલાખોરોને મુંબઈ પોલીસે પકડી પાડ્યા હતા, પરંતુ એક ફરાર થઈ ગયો હતો. ત્યારપછી તપાસમાં ઘણા ખુલાસા થયા છે. બાબા સિદ્દીકીના મર્ડર કેસમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગની સંડોવણી પણ સામે આવી છે, આ ઉપરાંત ધરપકડ કરાયેલા આરોપીઓએ પૂછપરછ દરમિયાન ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. કહેવામાં આવ્યું છે કે બાબા સિદ્દીકીની હત્યાની રાત્રે તેમના ધારાસભ્ય પુત્ર જીશાન સિદ્દીકીને પણ નિશાન બનાવવામાં આવ્યો હતો. દરમિયાન હુમલાખોર આરોપીઓમાંથી એકના ફોનમાંથી ઝીશાન સિદ્દીકીની તસવીર પણ મળી આવી હતી.