પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીથી સંબધિત પીપુલ્સ યૂથ ઑર્ગનાઈઝેશન યૂરોપના અધ્યક્ષ આસિફ અલી ખાન અને પાર્ટીની ગ્રેટર લંડન મહિલા શાખાની અધ્યક્ષ સમાહ નાઝે પાકિસ્તાનના મંત્રી શેખ રશિદ પર થયેલા હુમલાની જવાબદારી સ્વીકારી છે..
જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્ર સરકાર તરફથી કલમ-370 હટાવ્યા બાદ ભારતને પરમાણુ હુમલાની ધમકી આપનાર પાકિસ્તાનના રેલ્વે મંત્રી શેખ રશિદની લંડનમાં ખુબ મારપીટ કરવામાં આવી હતી, લંડનના કેટલાક લોકો દ્રારા રશિદને ઢોર માર મારવામાં આવ્યો અને તેના ઉપર ઈંડા પણ ફેક્વામાં આવ્યા હતા.
પાકિસ્તાની મીડિયાના રિપોર્ટ મુજબ અવામી મુસ્લિમ લીગના પ્રમુખ અને રેલ્વેમંત્રી શેખ રશિદ પર લંડનમાં તે સમયે હુમલો કરવામાં આવ્યો હતો,જ્યારે તેઓ એક હોટલમાં પુરસ્કાર સમારોહ હાજરી આપવા પહોંચ્યા હતા. શેખ રશિદને માર મારીને હુમલા ખોરો ત્યાથી ભાગી ગયા હતા. આ હુમલાની જવાબદારી પાકિસ્તાન પીપલ્સ પાર્ટી સાથે જોડાયેલા પીપલ્સ યુથ ઓર્ગેનાઇઝેશન યુરોપના પ્રમુખ આસિફ અલી ખાન અને પાર્ટીની ગ્રેટર લંડન મહિલા શાખાના પ્રમુખ સમાહ નાઝે લીધી છે.
ઉલ્લેખનીય છે કે, શેખ રશિદે થોડા દિવસ પહેલા જ પીપીપી પ્રમુખ બિલાવલ ભૂટ્ટો ઝરદારી વિરુદ્વ અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો,ત્યાર બાદ પીપલ્સ યૂથ ઑર્ગેનાઈઝેશન યૂરોપ અને ગ્રેટર લંડન મહિલા શાખાના સભ્યો તેમનાથી નાખુશ હતા,જો કે તેમણે રશિદ પર માત્ર ઈંડા જ ફેક્યા છે,તે વાતનો સ્વીકાર કર્યો હતો.
બંને નેતાઓએ કહ્યું કે પાકિસ્તાનના રેલ્વે મંત્રી શેખ રશિદે અમારો આભાર માનવો જોઈએ કે અમે “બ્રિટનમાં ઇંડાં ફેકવાની એક સભ્ય પદ્ધતિનો ઉપયોગ કર્યો” આવામી મુસ્લિમ લીગએ કહ્યું કે “તેમની સામે વિરોધ દર્શાવવા માટે અમારા પાસે આ ઘટનાનો કોઈ વીડિયો નથી,પરંતુ તેઓએ કહ્યું કે તેમની સંસ્થાના સભ્યોએ શેખ રશિદ ઉપર હુમલો કર્યો હતો. આ ઘટનામાં, ટૂંક સમયમાં જ ફરિયાદ નોંધવામાં આવી શકે છે.”