1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દાવોસ 2022 ખાતે વિરોધાભાસ
દાવોસ 2022 ખાતે વિરોધાભાસ

દાવોસ 2022 ખાતે વિરોધાભાસ

0
Social Share

Gautam Adani
Chairman, Adani Group

આ વર્ષે દાવોસમાં આવવું રસપ્રદ રહ્યું છે. અને, હા, બે વર્ષની મહામારી-પ્રેરિત ઠંડીમાં સુષુપ્તી પછી તે અલગ લાગ્યું. સમજી શકાય તેવી હાજરી ઓછી હતી; પરંતુ સદભાગ્યે તાપમાન, મે માસનું અને જાન્યુઆરીનું નહીં, પણ ઉંચુ હતું!! વર્લ્ડ ઇકોનોમિક ફોરમની આ વાર્ષિક બેઠક યોગ્ય રીતે વજનદાર થીમ ‘હિસ્ટ્રી એટ એ ટર્નિંગ પોઈન્ટઃ ગવર્નમેન્ટ પોલિસીઝ એન્ડ બિઝનેસ સ્ટ્રેટેજીઝ’ લઇને પાછી ફરી છે.

ઇતિહાસ હકીકતમાં એક મોડ પર છે. જે વિશ્વએ દાયકાઓથી જોઇ નથી એવી જલવાયુ પરિવર્તન, ત્યારબાદ કોવિડની મહામારી, વૈશ્વિક પુરવઠા શૃંખલામાં વિક્ષેપ, યુક્રેનમાં ચાલી રહેલું યુદ્ધ અને ફુગાવાનું સ્તર જેવી સાંપ્રત શ્રેણીબધ્ધ ઘટનાઓ એક અર્થમાં નોંધપાત્ર ગભરાટ અને અનિશ્ચિતતા તરફ દોરે છે. જવાબો જાણવા માટે હવે કોઈ બહાના પણ કરતું નથી. આ સંદર્ભમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમના મંચ પર વૈવિધ્યસભર ઘણા બધા મંતવ્યો સાંભળીને સારું લાગ્યું. જો કે હાજર નહી રહેલા લોકો પાસેથી સાંભળવું વધુ સારું લાગ્યું હોત. આ વર્ષે ચીન, જાપાન અને કોરિયાની હાજરી ઓછી હતી. અલબત્ત અમે રશિયા તરફથી અથવા યુક્રેનના પ્રતિભાગીઓના વિચારો સાંભળ્યા નથી. વાસ્તવમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમની તે એક તરફી બેઠક હતી.

પ્રમાણિકપણે આ એકતરફીપણું ચિંતાનું એક કારણ છે. દેશો તેમની સરહદો પાછળ ખસી ગયા હોવાના કારણે.વૈશ્વિક પ્રતિસાદની લાક્ષણિકતા બનેલી મહામારી કદાચ વધતી જતી નિકટતા પ્રતિબિંબિત કરે છે.. એક છેડે ચતુરાઇ અને વૈશ્વિક સહકાર અને બીજા છેડે હાડોહાડ સ્વાર્થનું વિચિત્ર મિશ્રણના દર્શન વિશ્વભરમાંથી રોગચાળાને મળેલા પ્રતિસાદમાં થાય છે. દાખલા તરીકે, ભારત સહીતની સરહદો પાર વૈજ્ઞાતિકો દ્વારા સાથે મળીને જે ઝડપે રસીઓ વિકસાવવામાં આવી હતી તેને નજરમાં લો અને બીજી આનાથી વિપરિત રસીના રોલઆઉટ સામે ઉઠેલા અવિશ્વાસ, ઉપજાવેલી શંકા, પૂર્વગ્રહ અને લાલચ, રસીની પ્રાપ્યતા અને તેની કિંમતો રાષ્ટ્રોની અંદરો અંદર અનેક તડા પાાડવા તરફ દોરી ગઇ છે.

ઉર્જા પરત્વેના પ્રતિભાવમાં ગરબડની સમાન પેટર્ન તેનો પૂરાવો છે. લક્ષ્યો નિર્ધારિત કરી રહેલા વિકસિત રાષ્ટ્રો અને શેષ વિશ્વને જલવાયુ પરિવર્તન વિશે સખ્ત પ્રવચનો આપનારા ટીકાકારો હવે ઓછા દેખાય છે કારણ કે તેઓની પોતાની ઉર્જા સુરક્ષા જોખમમાં છે. ગ્રીન સોલ્યુશન્સ અને ટેક્નોલોજીની તરફે એક ઓવરસ્વિંગ થયું હતું કે જે હજી પણ તેના પ્રારંભિક તબક્કામાં હતું એ સ્વીકારવા બહુ ઓછા લોકો તૈયાર છે અને યુક્રેનની કટોકટી દ્વારા આ નાજુકાઇ સંપૂર્ણપણે ઉજાગર થઇ છે. કદાચ ચમત્કારીક વિચારસરણી કરતાં થોડી વધુ પર આધારિત ગ્રીન સંક્રમણો વિરુદ્ધ વ્યવહારિક ઉર્જા સંક્રમણો કેવા દેખાઈ શકે છે તે વિશે કદાચ વધુ સારી સમજ પ્રવર્તશે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમના મંચ પર આ વિષે વધુ ચર્ચા કરવી ઉચિત હતી, આંગળી ઉઠાવવાના બદલે સહયોગ અને પરસ્પર સમજણના આધારે વૈશ્વિક ગ્રીન ટ્રાન્ઝિશનને સક્ષમ કરવા માટે વાસ્તવિક રીતે આપણે એક સાથે કેવી રીતે આવી શકીએ તે વિશે વધુ સાંભળવા મળ્યું હોત તો તે સાર્થક બની રહેત.

દાવોસ ખાતે હું જે પ્રતિનિધિઓને મળ્યો તેમાંથી ઘણાએ જલવાયુ પરિવર્તન કરતા વધુ સંરક્ષણના વિષય પર ચર્ચા કરી હતી.યુક્રેનમાં યુદ્ધ તેમજ મધ્ય એશિયા અને મધ્ય પૂર્વમાંથી સૈનિકો પાછા ખેંચવાથી વિશ્વ હચમચી ગયું છે તે વિષે અનેકના ચહેરા ઉપર ચિંતાની લકીરો સ્પષ્ટ જોવા મળી છે. જ્યારે તમે આ ચિંતાઓને કોવિડ રસીઓના અસમાન વિતરણ અને ઉર્જા પુરવઠાની અનિશ્ચિતતા પર નારાજગી સાથે જૂઓ તો રાષ્ટ્રો (નાટોના સભ્ય દેશો પણ) તેમની સરહદ સુરક્ષા વધારવાને એ અર્થમાં જોવા લાગ્યા છે તે આસાનીથી સમજી શકાય એમ છે. મેં જેઓની સાથે વાત કરી તે લગભગ દરેક નેતાએ સ્વીકાર્યું અને કેટલાકે તો સ્પષ્ટપણે કહ્યું કે કદાચ હવે આધુનિક શસ્ત્રોની નવી અને વધુ હરીફાઇ આવી રહી છે. સંરક્ષણ કરારોની આસપાસ જોડાણો રચાશે અને પુનઃરચના પણ થશે. અને ઘણા દેશો આત્મનિર્ભરતાના બિન-વાટાઘાટને પાત્ર પાસાં તરીકે સંરક્ષણ ઉત્પાદન અને પ્રાપ્તિને પ્રાથમિકતા આપી શકે છે.

વૈશ્વિક બાબતોની આ સ્થિતિએ આપણને વૈશ્વિક સહકારના અગ્રભાગ પાછળ સંતાઇ જવાના બદલે પરિણામી જમીની રાજનીતિનો સીધો સામનો કરવાની ફરજ પાડી છે. એક તરફ આપણે પણ હવે જોડાયેલા છીએ, વેપાર અને સપ્લાય ચેઇનના જડ તર્ક દ્વારા એકસાથે બંધાયા છીએ. તો બીજી તરફ રોગચાળાના સંયોજન અને ત્યારબાદ યુક્રેન યુદ્ધ અને જલવાયુ પરિવર્તનને મર્યાદિત કરવાના પ્રયાસોએ વૈશ્વિક સહકારની મર્યાદાઓને છતી કરી છે.

સ્વાર્થના લપસણા પાયા પર બનેલા આંતરરાષ્ટ્રીય જોડાણો અને કરારો પરિવર્તનશીલ છે, જે ખરેખર, પૃથ્વી પરના સૌથી વધુ અનેક આર્થિક રીતે વિકસિત રાષ્ટ્રો તેઓએ લાવેલા વિશ્વના વિકલ્પો શોધવા ઝઝૂમી રહ્યા છે. તેઓ તેમની ઉત્પાદન જરૂરિયાતોને પહોંચી વળવા તેઓ કેટલાક રાષ્ટ્રો પર ખૂબ નિર્ભર બની ગયા છે એટલું જ નહી ઊર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે પણ પરાવલંબી બન્યા છે. અતિ કાર્યક્ષમતા માટેની શોધમાં તેઓ આ જ્ઞાન મેળવવામાં મોડા પડ્યા છે.

એક કાલ્પનિક વાત સપાટ વિશ્વની હતી આપણી દુનિયાને ચપટી બનાવવાનું શક્ય છે તેનું હવે આપણને ભાન થયું છે અથવા તો તે કદાચ ઇચ્છનીય પણ છે એમ માનવાને બદલે ખાડા-ટેકરાને પાર કરવાની શોધખોળ કરવાનું શીખવું જોઈએ.

વિશ્વના નેતાઓ વર્તમાન સમયને કેવી રીતે નિહાળે છે અને કેવી રીતે ‘વૈશ્વિક’ એજન્ડાને વ્યાખ્યાયિત કરી શકે છે તે જાણવા હું દેવોસ ગયો હતો. ઉદાહરણ તરીકે જો ‘ટકાઉપણું’ એ એજન્ડા અને સમયની મુખ્ય ચિંતા હોય તો પછી વૈશ્વિક માન્યતાઓ યુદ્ધ અથવા રોગચાળા દ્વારા હાવી થવી જોઈએ નહીં. આપણે જે પરિવર્તન કરવા જોઈએ તેમ કહીએ છીએ ત્યારે તે કરવા માટે કિંમત પણ ચૂકવવી પડે તે સ્વીકારવું જ જોઇએ. મારા મત મુજબ ટકાઉપણું એ સમાજના સ્વાસ્થ્ય જેટલું જ તે પર્યાવરણના સ્વાસ્થ્ય વિશે છે. આપણે જોવું જોઈએ કે સમાનતા અને ગૌરવ એ જલવાયુ પરિવર્તન સામે લડવાના કોઈપણ પ્રયાસના નિર્ણાયક પાસાઓ છે. સહકારને બદલે વૈશ્વિક સહયોગનો સમય આવી ગયો છે. “તમારે મને સહકાર આપવો જોઈએ” એનો અર્થ બળજબરી કરી શકતો નથી. સહકારનો અર્થ માત્ર વર્તમાન વિશ્વ વ્યવસ્થા સાથે સહકાર ન હોઈ શકે.

તેથી વૈશ્વિક પરિસ્થિતિઓના પ્રતિભાવ તરીકે આપણા વડાપ્રધાનની આત્મનિર્ભર ભારત યોજના ચોક્કસપણે પ્રેરણાત્મક છે જે ભારતને તમામ ક્ષેત્રોમાં આત્મનિર્ભરતા વધારવા અને મજબૂત કરવાની જરૂરીયાત છે તેની મને ખાતરી છે એ પછી રસીકરણ, સંરક્ષણ અથવા તો સેમિકન્ડક્ટર હોય. આ અનિશ્ચિત સમયમાં, અસરકારક, આત્મવિશ્વાસથી સભર આત્મનિર્ભરતાનો કોઈ વિકલ્પ નથી અને હવે આપણે આત્મનિર્ભરતાના આ યુગમાં છીએ તે તે સ્પષ્ટ છે.

જેમ જેમ આપણે આ પ્રક્રિયામાંથી પસાર થઈશું તેમ તેમ પીછેહઠ થશે – અને વિશ્વના અન્ય ભાગોમાં આપણે વિવાદોમાં આવશું. ઘણા અમને સેમિકન્ડક્ટર પ્લાન્ટ બનાવતા રોકવા પ્રયાસ કરશે તો કેટલાક લોકો અમને અમારા જીડીપીના મોટા હિસ્સાનું સંરક્ષણમાં રોકાણ કરવા નારાજ કરશે. અમારા સિદ્ધાંતોની ટીકા થશે. આપણે જે ધ્યાનમાં રાખવું જોઈએ તે એ છે કે ભારત માટે ઉત્સર્જન ઘટાડવાના લક્ષ્યાંકો નિર્ધારિત કરનારાઓમાંના ઘણા એવા પણ છે કે જેઓ જલવાયુ કટોકટી માટે ઓછી સંખ્યામાં વિકસિત દેશો દ્વારા ઉઠાવવામાં આવેલી અપ્રમાણસર જવાબદારીને સ્વીકારવામાં શરમ અનુભવતા નથી. બીજા શબ્દોમાં કહીએ તો ટોક ઇઝ ઇઝીઅર ધેન ટુ વોક ધ ટોક.

મારે કબૂલ કરવું જોઈએ કે આ સમયમાં પણ વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભારતની વિશાળ હાજરી આશ્વાસન આપનારી હતી. તે દર્શાવે છે કે ભારત હવે વૈશ્વિક મંચ પર પોતાનો દાવો કરવામાં સંકોચ રાખતું નથી. તે અમારા વધતા આત્મવિશ્વાસની અને ભારતની કથનીમાં અમારી માન્યતાની નિશાની હતી, મને આનંદ છે કે હું દાવોસમાં મારા માટે તેની અનુભૂતિ કરવા માટે હાજર રહ્યો હતો!

સ્વ-નિર્ભરતા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું ભારત માટે યોગ્ય છે, જ્યારે વિશ્વને વિકલ્પોની જરૂર હોય તેવા ટાણે એવો વિકલ્પ પુરો પાડવા માંગે છે. જો વિશ્વ વ્યવસ્થાને ફરીથી ગોઠવવાની જરૂર છે તો તે સન્માનનિય બહુધ્રુવીયતા પર આધારિત હોય તે જરૂરી છે. વિશ્વ સપાટ હોવું જરૂરી નથી. હકીકતમાં સપાટતાનો અર્થ એ નથી કે વિશ્વ બળજબરીથી સપાટ કરવામાં આવ્યું છે. તેના બદલે, આપણે એવા દેશોની આસપાસ બનેલી વધુ સ્થિર વિશ્વ વ્યવસ્થા શોધીએ જે આત્મવિશ્વાસ, આત્મનિર્ભર અને બળજબરી અને નમ્રતાને બદલે પરસ્પર આદરની દ્રષ્ટિએ એકબીજા સાથે વાત કરવા તૈયાર હોય. આ વિરોધાભાસ છે જે આપણે હલ કરવો જોઈએ!

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code