Site icon Revoi.in

કોરોનાનું સંક્રમણ વધી ગયા બાદ દર્દી હોસ્પિટલ આવતા મોત વધ્યાઃ સીએમ રૂપાણી

Social Share

અમદાવાદઃ કોરોના વાયરસનું સંક્રમણ વધ્યાં બાદ દર્દીઓ હોસ્પિટલ આવે છે જેના કારણે મોત થાય છે. જેથી જો પહેલા જ ટેસ્ટ કરાવી લેવાને સારવાર શરૂ કરવામાં આવે તો મૃત્યુ ઘટાડી શકાય છે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. સંક્રમિતોને તાત્કાલિક સારવાર મળે તે સરકારની પ્રાથમિકતા છે. સરકાર લોકોને સારવાર આપવા કટિબદ્ધ છે અને ઓછા લોકો સંક્રમિત થાય તેવા પ્રયાસ થઈ રહ્યાં છે તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધન્વંતરી રથનું લોકાર્પણ કર્યું હતું. આ રથમાં મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ ઉપલબ્ધ રહેશે. તેમજ એન્ટીજન ટેસ્ટની સાથે ડાયાબિટીસ, બ્લડ સુગર અને હિમોગ્લોબીનો પણ ટેસ્ટ કરીને યોગ્ય દવા આપવામાં આવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાના કેસ વધ્યાં છે. બીજી તરફ બેડની ક્ષમતા પણ વધારવામાં આવી છે. એક સપ્તાહમાં જ 15 હજાર બેડની ક્ષમતા વધારવામાં આવી છે. અમદાવાદ, સુરત , રાજકોટ અને વડોદરામાં વધારે સંક્રમણ હોવાથી આ શહેરોમાં કોવિડ બેડમાં વધારો કરાયો છે. સરકાર સંક્રમણ અટકાવવા કામગીરી કરી છે પરંતુ પ્રજાએ પણ ગંભીરતા દાખવવી જરૂરી છે.

રેમડેસિવિર ઇન્જેક્શનને મુદ્દે તેમણે જણાવ્યું હતું કે, 3 લાખ જેટલા ઈન્જેકશનનો ઓર્ડર આપવામાં આવ્યો છે. એક સપ્તાહમાં 88 હજાર ઈન્જેક્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી તરફ કોરોનાના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે ટેસ્ટીંગ વધારવામાં આવ્યું છે. દરરોજ એક લાખથી વધારે ટેસ્ટીંગ કરવામાં આવે છે.