પટનાઃ- છેલ્લા કેટલાક સમયથી પટનામાં જાતિ ગણનાને લઈને મથામણ ચાલી રહી છે તેના પર રોક લગાવવામાં આવી હતી ત્યારે આજરોજ બિહારની રાજધાની પટાની હાઈકોર્ટે નિતીશ સરકારના પક્ષમાં ચૂકાદો સંભાળ્યો છે. છેવટે રાજ્ય સરકારજી હાઈકોર્ટ સામે જીત નોંધાઈ છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે પટના હાઈકોર્ટે બિહારમાં જાતિ ગણતરી પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. આજરોજ મંગળવારે હાઈકોર્ટે નીતિશ સરકારની તરફેણમાં નિર્ણય આપતા કહ્યું કે બિહારમાં જાતિ આધારિત ગણતરી થશે.ઉલ્લેખનીય છે કે 4 મેના રોજ પટના હાઈકોર્ટ દ્વારા વચગાળાનો સ્ટે લાદવામાં આવ્યો હતો.
આ મામલે અરજીકર્તાના વકીલ દિનુ કુમારે કહ્યું કે હવે અમે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવાની વાત કહી હતી,તેમણે એમ પણ કહ્યું કે બિહાર સરકારને જાતિની વસ્તી ગણતરી કરવાનો અધિકાર છે જ નથી તેથી અમે અમારી અરજી સુપ્રિમ કોર્ટમાં પડકારીશું.અરજીમાં કહેવામાં આવ્યું હતું કે બિહાર સરકારને આ સર્વે કરવાનો અધિકાર નથી. આમ કરીને સરકાર બંધારણનું ઉલ્લંઘન કરી રહી છે. જાતિ ગણતરીમાં લોકોની જ્ઞાતિની સાથે તેમના કામની વિગતો અને તેમની લાયકાત પણ લેવામાં આવી રહી છે. આ ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન છે.
ઉલ્લેખનીય છે કે અરજી કરનારે એમ પણ કહ્યું કે 500 કરોડ રૂપિયા જાતિની ગણતરી પાછળ ખર્ચવામાં આવે છે તે પણ ટેક્સના પૈસાનો બગાડ છે. જાતિ આધારિત ગણતરી પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતી કુલ છ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. તમામ અરજીઓ ફગાવી દેવામાં આવી છે.અને નીતિશ સરાકરની તરફેણમાં કોર્ટે નિર્ણય સંભળાવ્યો છે.