Site icon Revoi.in

અરવલ્લીના લોકોને સરકારની આર્થિક સહાય,કોરોનાથી મૃત્યુ પામનારના પરિજનોને મળી રહ્યા છે રૂ. 50000

Social Share

અરવલ્લી :કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાથી નિધન પામેલા મૃતકોને રૂ.૫૦ હજારની સહાય આપવાના નિર્ણયના અમલીકરણના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા કોવિડ મૃતકના પરિવારજનોના બેંક ખાતામાં રૂ.૫૦ હજારની સહાય ચૂકવવામાં આવી રહી છે.

પરિવારજનનું કોરોનાને કારણે નિધન થયું હોય તે પરિવાર વળતર મેળવવા માટે અરજી કરી શકે છે. તેમજ નાગરિકોની સુવિધા માટે “રાજયમાં કોવિડ-19થી મૃત્યુ પામેલ મૃતકના વારસદારોને રૂ. પચાસ હજારની સહાય મેળવવા માટે ઓનલાઇન પોર્ટલ ઉપર અથવા સબંધિત મામલતદાર કચેરીમાં રૂબરૂ અરજી કરી શકાશે. અરજીફોર્મ સાથે નિયત કરવામાં આવેલા જરૂરી પુરાવાઓ જોડવાના રહેશે.

અરવલ્લી જિલ્લામાં કોરોનાથી મોત થયેલના પરીવારને સહાય મેળવવા માટેના અરજી ફોર્મ વિતરણ શરૂ થઈ ચૂક્યું છે.જેમના જે મુજબ મૃતકના વારસદારના બેંક ખાતામાં રૂ.૫૦ હજારનું વળતર જમા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે,કોરોનામાં કેટલાક લોકોના ઘરની સ્થિતિ એવી ગંભીર બની હતી કે તેમના ઘરે કોઈ કમાવવાવાળું વ્યક્તિ રહ્યું ન હતું.આ ઉપરાંત લોકડાઉનના કારણે તે લોકો અન્ય કામ પણ કરી શકે તેવી હાલતમાં રહ્યા ન હતા અને આર્થિક રીતે ભારે તંગીનો સામનો કરવો પડ્યો છે.