Site icon Revoi.in

પાકિસ્તાનમાં બલુચિસ્તાન અને સિંધ પ્રાંતના લોકોની ભારત પાસે મદદની આશા

Social Share

દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક વર્ષોથી બલુચિસ્તાનવાસીઓ ઉપર અત્યાચારના બનાવોમાં વધારો થયો છે. ત્યારે હવે બલુચિસ્તાન અને સિંધ પ્રાંતની જનતાને ભારત, બ્રિટન અને યુએન પાસેથી મદદની આશા છે. તેમજ પાકિસ્તાનના કબ્જામાંથી મુક્ત કરવાની અપીલ કરી છે.

બલૂચિસ્તાનની માંગણી સાથે આંદોલન ચલાવી રહેલા સંગઠન મુત્તાહિદા કોમી મુવમેન્ટના નેતા અલ્તાફ હુસેને જણાવ્યું હતું કે, બલુચિસ્તાન અને સિંધ આ બંને પ્રાંતમાં લોકો દયાનજક સ્થિતિ જીવી રહ્યાં છે અને મદદ માટે યુએન, બ્રિટન અને દુનિયાની સૌથી મોટી લોકશાહી ભારત તરફ નજર દોડાવી રહ્યા છે. આ દેશોએ બંને પ્રાંતના લોકોને નજર અંદાજ કરવા જોઈએ નહીં. ભારત સહિતના પાડોશી દેશોમાં ભાંગફોડ માટે પાકિસ્તાન આતંકને પ્રાત્સાહન આપે છે.

તેમણે વધુમાં કહ્યું કે, આ  બંને પ્રાંતને પાકિસ્તાનની સરકાર મદદથી આતંકી સંગઠનોએ આતંકવાદીઓ માટેના આશ્રયસ્થાનમાં બદલી નાંખ્યુ છે. પાકિસ્તાનના કબ્જા હેઠળના સિંધ અને બલૂચિસ્તાનના લોકોની આઝાદી માંગણી પર જો દુનિયા મૌન રહી તો પાકિસ્તાનની સેનાને લાખો લોકોના જીવન સાથે રમત કરવા માટેનુ જાણે લાઈસન્સ મળી જશે. હિન્દુસ્તાનના ભાગલા માનવ ઈતિહાસની સૌથી મોટી ભૂલ હતી. તેના કારણે લાખો પરિવારો વિભાજીત થયા હતા અને અત્યાચારનો શિકાર બન્યા હતા. પૂર્વજોએ કરેલા વિભાજનનું પાપની કિંમત અમે મુહાજિરો ચુકવી રહ્યા છે. અલ્તાફ હુસૈન વર્ષોથી બ્રિટનમાં રહે છે.પાકિસ્તાનમાં તેમના પર દેશદ્રોહ સહિતના ઘણા કેસ થઈ ચુકયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન ભારતમાં ભાંગફોડની પ્રવૃતિ માટે આતંકવાદી પ્રવૃતિને પ્રોત્સાહન આપે છે. એટલું જ નહીં પીઓકેમાં અનેક આતંકવાદી કેમ્પો ધમધમી રહ્યાં છે. જેમાં જેહાદના નામે યુવાનોને હથિયારોની તાલીમ આપીને આતંકવાદી બનાવવામાં આવી રહ્યાં છે.

(Photo-File)