Site icon Revoi.in

દિલ્હીના લોકો હાલ પણ ગરમીથી પરેશાન- વરસાદ માટે હજી થોડા દિવસ જોવી પડશે રાહ

Social Share

દિલ્હીઃ-દેશના કેટલાક રાજ્યોમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે, જેને કારણે ગરમીમાં રાહત મળી છએ, ત્યારે દેશની રાજધાની દિલ્હી ના લોકો હાલ પણ અસહ્ય ગરમીથી પીડાઈ રહ્યા છે,દિલ્હીમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ધીમું થવાને કારણે ચોમાસાના વરસાદનો વિલંબ થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે.

હાલ દિલ્હીમાં ગરમી અને ભેજથી ત્રસ્ત લોકોને વરસાદ માટે ચારથી પાંચ દિવસ રાહ જોવી પડશે. આ સમય દરમિયાન તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ સેવાઈ રહી છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 26 જૂનથી 30 જૂન દરમિયાન, દિલ્હી સહિત પશ્ચિમ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં  સોમાસું જામતું જોવા મળી શકે છે.

દિલ્હીમાં ઘણા દિવસોથી વાદળછાયું વાતાવરણ સર્જાય રહ્યું છે, પરંતુ વાદળો વરસવાનું નામ નથી લઈ રહ્યા ,વાદળછાયા વાતાવરણના લીધે ઉકળાટમાં વધારો થયેલો જોઈ શકાય છે.સોમવારના રોજ અહીં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના હતી. પરંતુ  તપતા સૂર્ય અને ભેજને લીધે દિવસભર લોકોને ગરમીમાં રહેવું પડ્યું અને લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

જો,કે, મહત્તમ તાપમાન સામાન્ય કરતા એક ડિગ્રી  ઓછું 37.4 સેલ્સિયસ નોંધાયું હતું, જે અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 3 ડિગ્રી નીચે 25.5 ડિગ્રી નોંધાયું હતું. મહત્તમ ભેજનું પ્રમાણ 87 ટકા અને લઘુત્તમ 45 ટકા નોંધાયું હતું.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે મહત્તમ તાપમાન 38 ડિગ્રીની આસપાસ રહેશે અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રીની આસપાસ રહેશે. ત્યાર બાદ તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. 26 થી 30 જૂન દરમિયાન વરસાદ માટે સાનુકૂળ સ્થિતિ સર્જાઇ રહી છે.