ગુજરાતની જનતાએ કાલથી ગરમીનો પ્રકોપ સહન કરવો પડશે: તાપમાન ચારથી પાંચ ડિગ્રી વધવાની શક્યતા
- ગુજરાતમાં ફરી પડશે ગરમી
- ગુજરાતી થઈ જાઓ તૈયાર કારઝાર ગરમી માટે
- આવતી કાલથી તાપમાન 5 થી 6 ડિગ્રી વધી શકે છે
અમદાવાદ: -ગુજરાતના વાવાઝોડું નાટક જોરદાર વરસાદ હતો ત્યાર બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જોકે હવે રાજ્યની જનતાએ ફરીથી કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું પડશે. ગરમીનો શુક્રવારથી પ્રારંભ થશે. તાપમાનમાં ૩ ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું હતુ. જેના કારણે રાજ્યભરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વર્ષો હતો તેમજ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ગુજરાતમાં વાવાઝોડાની અસર બે દિવસ રહેવાની હવામાન ખાતાએ આગાહી કરી હતી. જ્યારે 21મી તારીખે શુક્રવારે રાજ્યભરમાં શુષ્ક વાતાવરણનો અનુભવ થશે અને તાપમાનમાં વધારો નોંધાશે.
રાજ્યમાં તમામ વિસ્તારોમાં આવતીકાલથી ઉનાળાની ઋતુ છવાશે અને તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રીનો વધારો થવાની આગાહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે માર્ચ મહિનાના આરામ સાથે જ ઉનાળાની શરૂઆત થઈ હતી તેમજ અમદાવાદ સહિત રાજ્યભરમાં તાપમાનમાં વધારો થયો હતો જોકે વાવાઝોડાના કારણે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને સમગ્ર રાજ્યમાં વરસાદ વરસતા ઠંડક પ્રસરી ગઇ હતી હવે વાવાઝોડાની અસર સમાપ્ત થતાં ની સાથે જ ફરીથી લોકોને ગરમીનો અનુભવ થશે.