- શહેરમાં આકરી ઠંડીનો દોર થયો શરૂ
- લોકોએ લીધો ગરમ વસ્ત્રોનો સહારો
- 9.7 ડિગ્રીમાં લોકો ઠૂઠવાયા
રાજકોટ: પહાડી પ્રદેશોમાં ભારે બરફવર્ષા અને વરસાદના કારણે દેશના મોટાભાગના રાજયોમાં કાતિલ ઠંડીનો દોર ચાલુ છે. તો સૌરાષ્ટ્ર ગુજરાતમાં પણ ઠંડીનો જોરદાર રાઉન્ડ ચાલુ છે. તે દરમિયાન વેધર એકસપર્ટ અને હવામાન ખાતાના પૂર્વ અધિકારી એન.ડી. ઉકાણીના જણાવ્યા અનુસાર આગામી ત્રણેક દિવસ સૌરાષ્ટ્ર- ગુજરાતમાં ઠંડીનો રાઉન્ડ ચાલુ રહેશે.
ઠંડીનો પારો 10 ડિગ્રીની આસપાસ ઘુમતો જોવા મળશે. તો 19 મી બાદ વધુ અને વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ બની રહયું છે. જેની સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર કેવી અસર પડશે તે આગામી દિવસોમાં ખબર પડશે. તો રંગીલા રાજકોટ શહેરમાં પણ ઠંડીનો જોરદાર રાઉન્ડ ચાલુ છે. ગઈકાલે 10.3 ડીગ્રી ન્યુનતમ તાપમાન નોંધાયા બાદ આજે સવારે 9.7 ડીગ્રી તાપમાન નોંધાયું છે.
ઠાર સાથે ઠંડા પવન ફૂંકાઈ રહયા હોય ઠંડીની અસર વધુ જોવા મળી રહી છે . લોકો ગરમ વસ્ત્રોમાં જ જોવા મળી રહ્યા છે અને આગામી ત્રણ દિવસ કાતિલ ઠંડીનો દોર જારી રહેશે.