Site icon Revoi.in

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં પોલીસના સ્વાંગમાં ધૂંસતા યુવાનો પકડાયા

Social Share

કેવડિયાઃ દેશ-વિદેશના પ્રવાસીઓ માટેનું માનીતું સ્થળ બની ગયેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે રાજ-બરોજ હજારો પ્રવાસીઓ આવતા હોય છે. દર સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રહેતું હોય છે. ત્યારે સોમવારે  પોલીસનો નકલી ડ્રેસ પહેરીને સ્ટેચ્યુના પરિસરમાં  ઘુસવા જતા કેટલાક યુવાનોનો ભાંડો ફૂટ્યો હતો. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર સોમવારે નકલી પોલીસ અસલી પોલીસનો રોફ મારી ઘુસવા જતા એમનો ભાંડો ફૂટ્યો હતો. બાદમાં પોલીસે પૂછતાછ હાથ ધરતા પોતે નકલી પોલીસનો ડ્રેસ પહેર્યો હોવાનું ખુદ કબુલ્યું હતું.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સુરતથી 5-6 યુવાનો વડોદરા કામ અર્થે આવ્યા હતા. સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ હોવાની વાતથી અજાણ હતા. અને વડોદરામાં કામ પૂર્ણ થતાં યુવાનો સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા ગયા હતા. એસ.આર.પી 18 ગ્રુપ પોલીસે એમને અંદર ઘુસવા ન દેતા યુવાનો પૈકીના અમિત સિંગે પોલીસનો નકલી ડ્રેસ પહેરી પોતે પોલીસ હોવાની ઓળખ આપી હતી. પોલીસની પૂછતાછમાં અંતે એણે પોતે પોલીસ ન હોવાનું કબુલ્યું હતું. કેવડિયા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે કેવડિયા ડી.વાય.એસ.પી વાણી દુધાતે જણાવ્યું હતું કે, વાગડીયા નજીક એસ.આર.પી 18 ના જવાનો વાહન ચેકીંગ કરી રહ્યાં હતાં, ત્યારે કાર રોકી ચેકીંગ હાથ ધર્યું હતું. કારમાં 4-5 યુવાનોમાંથી એક યુવાન પોલિસનો ડ્રેસ પહેરીને બેઠો હતો એની પાસે આઈ.કાર્ડ માંગ્યું હતું એ ન આપતા તેના પર શંકા ગઈ હતી. ત્યાર બાદ તેની સાથે અન્ય યુવાનોએ પોલીસને કહ્યુ હતુ કે, એણે નકલી ડ્રેસ પહેર્યો છે.આ મામલે 5 યુવાનો વિરુદ્ધ ગુનો દાખલ કરી મોબાઈલ અને કાર જપ્ત કર્યા હતા.

આ યુવાનોએ ફેસબુક પર ફોટા પાડી અપલોડ કરી રોફ જમાવવા પોલીસનો ડ્રેસ ખારીદ્યો હોવાનું પણ કબુલ્યું છે અમિત સિંગ ઉર્ફે રાજા સોનુ સિંગે સુરતની એક દુકાનમાંથી રોફ જમાવવા માટે પોલીસનો ડ્રેસ ખરીદયો હતો. અગાઉ સુરતના પાંડેસરામાં પણ એની વિરુદ્ધ પોલીસની ખોટી ઓળખ આપવા બદલ ગુનો નોંધાયો છે. અમિત સિંગ પાંડેસરામાં એક ખાનગી કંપનીમાં ડ્રાયવર તરીકે નોકરી કરે છે.