Site icon Revoi.in

રાજ્યની જનતાએ ચાલુ માસથી મે મહિના સુઘી  સહન કરવી પડશે આકરી ગરમી- હવામાન વિભાગે કરી આગાહી 

Social Share

અમદાવાદઃ- માર્ચ મહિનો  આવતાની સાથે જ ઘરની બહાર નીકળતા વખતે જાણે વિચાર કરવો પડી રહ્યો છે, ગુજરાતના મોટા શહેરોમાં ગરમીની શરુઆત થઈ ચૂકી છે. ત્યારે આ વર્ષે સામાન્ય કરતા વધુ આકરી ગરમી પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

ચાલુ મહિના માર્ચથી લઈને મે મહિના સુધી રાજ્યની જનતાને ગરમીનો માર સહન કરવો પડશે,હીટવેવના દિવસોમાં હવે વધારો નોંધાશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ બે મહિનામાં પશ્ચિમ અને એનાથી નજીકના ઉત્તરના ભાગો અને પૂર્વોત્તરના હિસ્સાઓમાં અનેક સ્થળો પર મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની આગાહી કરવામાં આવી છે

 હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં તાપમાન સામાન્યથી વધારે રહેવાની ઘારણાઓ છે.  આ મહિનાઓ દરમિયાન હિંદ-ગંગાક્ષેત્રના મેદાની વિસ્તારોમાં લૂ નું પ્રમાણ  સામાન્યથી ઓછું રહેવાનું અનુમાન  લગાવાયું છે.

આ સાથે જ ઉત્તરના મેદાની વિસ્તારોમાં જોકે માર્ચ મહિનામાં લૂ અને ગરમ પવન ફૂંકાવાની શક્યતા નહિવત જોવા મળી રહી છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં લઘુતમ તાપમાન સામાન્યથી વધુ રહેવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

જો ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં હમણાથી જ વાતાવરણમાં લૂ  અને સૂર્યપ્રકાશ માથે ચડી રહ્યો છે.ત્યારે આગામી મહિનાઓ રાજ્યની જનતા માટે આકરા સાબિત થઈ શકે છે, માર્ચ બાદ એપ્રિલ અને મે મહિનાની ગરમીમાં જો લોકો તાહિત્રામ પોકારી ઉઠે તો નવાઈની વાત નહી હોય,હવામાનના જણાવ્યા પ્રમાણે મે મહિના સુધી પડતી ગરમીમાં આ વર્ષે વધુ ગરમી થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.