આ ફાર્મા કંપનીએ લોન્ચ કરી કોવિડ-19 માટે RT-PCR ટેસ્ટ કીટ ViraGen, 25 મેં થી સપ્લાય થશે શરૂ
- કોવિડ-19 માટે RT-PCR ટેસ્ટ કીટ ViraGen લોન્ચ
- ફાર્મા કંપની સિપ્લાએ કરી લોન્ચ
- 25 મેં થી સપ્લાય થશે શરૂ
દિલ્હીઃ ફાર્મા કંપની સિપ્લાએ યુબાયો બાયોટેકનોલોજી સિસ્ટમ્સ સાથે મળીને ભારતમાં કોવિડ -19 માટે આરટી-પીસીઆર ટેસ્ટ કીટ ViraGen રજૂ કરી. કંપનીએ શેર બજારને કહ્યું કે, આ ઓફર હાલની પરીક્ષણ ક્ષમતામાં વધારો કરશે અને ખામીને દૂર કરવામાં મદદ કરશે. આ સિવાય ડાયગ્નોસ્ટિક સ્પેસમાં કંપનીનો વિસ્તાર થશે. સિપ્લાએ કહ્યું કે આ ટેસ્ટ કીટની સપ્લાય 25 મે 2021 થી શરૂ થશે.
સિપ્લાના એમડી અને ગ્લોબલ સીઇઓ ઉમંગ વોહરાએ જણાવ્યું હતું કે, કોવિડ -19 સામેની આ લડતમાં સારવારની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સિપ્લા પોતાનું શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યું છે. આ ભાગીદારી આપણને હાલમાં દેશભરમાં વધુને વધુ લોકો સુધી પહોંચવામાં સક્ષમ બનાવશે.
COVID-19 ટેસ્ટીંગ સેંગમેંટમાં ViraGen સિપ્લાની ત્રીજી પેશકશ છે.સિપ્લાએ રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવ્યું હતું કે, ViraGen ટેસ્ટ કીટને Ubio બાયોટેકની ભાગીદારીમાં લોન્ચ કરવામાં આવશે.