1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજ્યમાં પીએસઆઈ અને લોકરક્ષકોની ભરતીમાં શારીરિક કસોટી એક જ રહેશે
રાજ્યમાં પીએસઆઈ અને લોકરક્ષકોની ભરતીમાં શારીરિક કસોટી એક જ રહેશે

રાજ્યમાં પીએસઆઈ અને લોકરક્ષકોની ભરતીમાં શારીરિક કસોટી એક જ રહેશે

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની ભાજપની સરકારે સત્તા સંભાળ્યા બાદ વહિવટી તંત્રને વેગવંતુ કરવા માટે ખાલી જગ્યાઓ ભરવાની પ્રકિયા હાથ ધરી છે. જેમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં મહત્વની એવી પોલીસ કોન્સ્ટેબલથી લઈને પીએસઆઈ સુધીની કુલ 27 હજારથી વધુ જગ્યાઓ ત્રણ મહિનામાં ભરી દેવાની સુચના આપવામાં આવ્યા બાદ ગૃહ વિભાગે ભરતી પ્રકિયા હાથ ધરી દીધી છે.  આ ભરતી પ્રક્રિયા માટે દિવાળી પછી નવેમ્બરમાં શારીરિક કસોટી યોજાશે

રાજ્યના ગૃહ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ  પોલીસ સબ ઈન્સપેક્ટર અને લોકરક્ષકની શારીરિક કસોટી દિવાળી પછી નવેમ્બરમાં એક સાથે લેવાનું આયોજન છે. બંને માટે અરજી કરનારા ઉમેદવારઓએ એક જ વાર શારીરિક કસોટી આપવાની થશે. દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હાલમાં જણાવ્યું હતું કે રાજ્યમાં બિનહથિયારી પોલીસ સબ-ઈન્સ્પેક્ટર, હથિયારી પોલીસ સબ-ઈન્સ્પેક્ટર, ઈન્ટેલિજન્સ ઓફિસર, બિનહથિયારી આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર, લોકરક્ષક તથા મોટર ટ્રાન્સપોર્ટ અને વાયરલેસ જેવા ટેક્નિકલ સંવર્ગોના પોલીસ સબ-ઈન્સ્પેક્ટર અને ટેક્નિકલ ઓપરેટર તથા હોમગાર્ડ્સ અને ગ્રામ રક્ષકદળની મળીને અંદાજિત 27847 જગ્યાઓ આગામી 100 દિવસમાં ભરી દેવાશે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના શિક્ષિત યુવાઓને રોજગારી પ્રાપ્ત થાય એ માટે રોજગારીની નવી તકો ઉપલબ્ધ બનાવીને ખૂબ જ ટૂંકા સમયગાળામાં ભરતીપ્રક્રિયાનું આયોજન કરાયું છે. આ નિર્ણયના ફળસ્વરૂપે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બનશે તેમજ આ ભરતીને લીધે પોલીસદળમાં વધુ સંખ્યામાં કર્મચારીઓ ઉપલબ્ધ થવાથી ગુજરાતના નાગરિકોને વધુ સારી પોલીસસેવા પ્રાપ્ત થશે

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code