એર ઈન્ડિયાના પ્લેનમાં ફરી ખામી સર્જાતા દુબઈથી કોચ્ચી આવી રહેલી ફ્લાઈટનું મુંબઈ ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરાયું
- ફરી એર ઈન્ડિયાની ફઅલાઈટમાં ખામી સર્જાવાની ઘટના
- દુબઈથી કોચ્ચી આવતી ફ્લાઈટનું ઈનરજન્સી મુંબઈ લેન્ડિંગ કરાયું
દિલ્હીઃ- દેશભરમા છેલ્લા કેટલાક મહિનાઓથી એર ઈન્ડિયાની ફલાઈટમાં ખામી સર્જાવાની ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે ત્યારે વિતેલા દિવસે પણ ફરી આવી જ ઘટના સામે આવી હતી પ્રાપ્ત જાણકારી પ્રમાણે દુબઈથી કોચી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટને ટેક્નિકલ ખામી સર્જાતા મુંબઈ ડાયવર્ટ કરવી પડી હતી.
મળતી માહિતી મુજબ, પાઇલટ-ઇન-કમાન્ડે કેબિન પ્રેશરમાં ઘટાડો નોંધ્યો હતો, જેના પછી વિમાનને તાત્કાલિક મુંબઈ તરફ વાળવું પડ્યું હતું. જ્યાં પ્લેનનું સુરક્ષિત લેન્ડિંગ થયું હતું. તે જ સમયે, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ પણ ઘટનાની તપાસ જારી કરી છે.
આ ઘટનાને પગલે અઘિકારીઓએ જણાવ્યું કે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે બોઈંગ 787-8 ડ્રીમલાઈનર એરક્રાફ્ટને રોકી દીધું છે અને ફ્લાઈટના ક્રૂને બદલી દીધા છે. DGCAએ પણ આ ઘટનાની તપાસ શરૂ કરી છે,
જો કે આ મામલે હજુ સુધી એર ઈન્ડિયા તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી.ઉલ્લેખનીય છે કે આ પહેલા પર અવાર નવાર ટેકનિકલ ખામીના કારણે બનેલી ઘટનાઓને લઈને ડીજીસીએ એ રિપોર્ટ માંગ્યો હતો ત્યાર બાદ પણ ઘણી વખત ેઆવી ઘટનાઓ બનવા પામી છે.
છેલ્લા કેટલાક અઠવાડિયામાં પેસેન્જર એરક્રાફ્ટમાં ટેક્નિકલ ખામીના ઘણા મામલા સામે આવ્યા છે. સ્પાઈસજેટ એરક્રાફ્ટની ખરાબીમાં સૌથી આગળ છે. છેલ્લા એક મહિનામાં સ્પાઈસ જેટના વિમાનો આઠથી વધુ વખત ખોટકાયા થયા છે