દિલ્લી: અફ્ઘાનિસ્તાનમાં તાલિબાનના કારણે ઘણા મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. આ ફેરફાર એવા છે કે જે અફ્ઘાનિસ્તાન માટે અને અફ્ઘાનિસ્તાનના લોકો માટે પણ યોગ્ય નથી. વાત એવી છે કે તાલિબાનના રાજમાં બનેલા અફ્ઘાનિસ્તાનના ઉચ્ચ શિક્ષણમંત્રી શેખ અબ્દુલ બાકી હક્કાનીએ જણાવ્યું કે તે તમામ વિષયને અભ્યાસમાંથી હટાવી દેવામાં આવશે જે ઈસ્લામની વિરુદ્ધમાં હશે.
આ પ્રકારની જાણકારી અબ્દુલ હક્કાની દ્વારા અફ્ઘાનિસ્તાનની લોકલ મીડિયાને આપવામાં આવી છે. આ ઉપરાંત તે પણ જણાવવામાં આવ્યું કે છોકરા અને છોકરીને એકસાથે ક્લાસમાં ભણવાની મંજૂરી આપવામાં આવશે નહી, તથા અન્ય બદલાવ પણ અભ્યાસમાં લાવવામાં આવશે.
ગત સપ્તાહે શરૂ કરવામાં આવેલી યુનિવર્સિટી અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં જોવા મળ્યું હતુ કે જ્યાં છોકરા અને છોકરીઓ ભણી રહ્યા છે ત્યાં વચ્ચે પડદા રાખવામાં આવ્યા છે.
જો કે યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓએ આ બાબતે પ્રશ્નો ઉભા કર્યા હતા જેમાં મુખ્ય પ્રશ્નોનો મુખ્ય વિષય અફ્ઘાનિસ્તાનની ભણતર પદ્ધતિ વિશે હતો. એક વિદ્યાર્થીઓ પોતાનું નામ ન જણાવવાની શરતે કહ્યું કે તેને પોતાના ભવિષ્ય વિશે ચીંતા સતાવી રહી છે, સાથે સાથે કેટલાક શિક્ષક પણ છે જે યુનિવર્સિટીમાં હાજર નથી અને વિદ્યાર્થીઓ પણ ગેરહાજર રહે છે.
તાલિબાન દ્વારા તેની પણ જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ અફ્ઘાનિસ્તાનના વિદ્યાર્થીને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં ભણવા માટે ખાસ પ્રકારનો પ્રોગ્રામ પણ લોન્ચ કરશે.