અમદાવાદઃ વિશ્વના સૌથી મોટા ગણાતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ક્રિકેટ મેચને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એંથોની એલ્બનીઝે સાથે બેસીને નિહાળી હતી. ત્યારબાદ ખાસ તૈયાર કરેલા રથમાં બેસીને સ્ટેડિયમમાં ફરીને બન્ને મહાનુભાવોએ પ્રેક્ષકોનું અભિવાદન કર્યું હતું. આ સમયે સ્ટેડિયમમાં ઉપસ્થિત પ્રેક્ષકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની એલ્બનીઝે અમદાવાદના મોદી સ્ટેડિયમમાં એક સાથે બેસીને ક્રિકેટ મેચ નિહાળી હતી. સ્ટેડિયમમાં દર્શકોની ભીડ જામી હતી. મેચ પહેલા મેદાન પર ગરબા રમવામાં આવ્યા હતા. ગ્રાઉન્ડ પર ઓપનિંગ સેરેનમીમાં કલાકારો દ્વારા ગરબા પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત સામેની શ્રેણીમાં અંતિમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું. ઓસ્ટ્રેલિયાના કેપ્ટને ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી છે. ટીમ ઈન્ડિયાએ પોતાની પ્લેઇંગ-11માં એક ફેરફાર કર્યો છે. મોહમ્મદલ સિરાજની જગ્યાએ મોહમ્મદ શમીને સ્થાન મળ્યું છે. મેચ દરમિયાન અદભૂત દ્રશ્યો જોવા મળ્યાં. બંને દેશોના મહાનુભાવોએ રથ પર સવાર થઈને ગ્રાઉન્ડમાં ફર્યા હતા.વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ એંથોની એલ્બનીઝએ મેદાનમાં લોકોનું અભિવાદન કરવા નીકળ્યા ત્યારે સ્ટેડિયમમાં ચારેતરફથી ચીચીયારીઓ થઈ હતી. બંને નેતાઓએ દર્શકોનું અભિવાદન ઝીલ્યુ હતું. ત્યારે આ ક્ષણ જોવા જેવી બની હતી.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હોલ ઓફ ફ્રેમ નામે ખાસ તસવીરી પ્રદર્શન લગાવાયું હતું. ત્યારે પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયન પીએમ એંથોની એલ્બનીઝે આ પ્રદર્શન સાથે ફરીને નિહાળ્યુ હતું. બન્ને મહાનુભાવોએ સ્ટેડિયમમાં એક સાથે બેસીને ક્રિકેટ મેચનો નજારો માણ્યો હતો. સ્ટેડિયમમાં ભાજપના સમર્થકો અને કાર્યકર્તાઓને પ્રવેશ અપાયો હતો. કાર્યકર્તાઓ અને સમર્થકોને ફુડ પેકેટ પણ અપાયા હતા. મેચ દરમિયાન પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.