Site icon Revoi.in

પીએમ મોદીએ યુવાનોને સરહદી ગામોની મુલાકાત લેવા વિનંતી કરી

Social Share

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેકને, ખાસ કરીને ભારતના યુવાનોને સરહદી ગામોની મુલાકાત લેવા વિનંતી કરી.મોદીએ કહ્યું કે તે આપણા યુવાનોને વિવિધ સંસ્કૃતિઓથી પરિચિત કરશે અને તેમને ત્યાં રહેતા લોકોના આતિથ્યનો અનુભવ કરવાની તક આપશે.

અમૃત મહોત્સવના એક ટ્વીટ થ્રેડ ટ્વીટર હેન્ડલ દ્વારા માહિતી આપવામાં આવી છે કે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ હેઠળ ઓડિશાના યુવાનો કિબિથૂ અને ટુટિંગ ગામોની મુલાકાતે છે.

વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ યુવાનોને આ ઉત્તર-પૂર્વ પ્રદેશની જીવનશૈલી, આદિવાસીઓ, લોક સંગીત અને હસ્તકલા વિશે જાણવા અને તેના સ્થાનિક સ્વાદો અને કુદરતી સૌંદર્યમાં ડૂબી જવાની તક આપે છે.

અમૃત મહોત્સવ દ્વારા ટ્વીટ થ્રેડના જવાબમાં, વડાપ્રધાનએ ટ્વીટ કર્યું; “એક યાદગાર અનુભવ રહ્યો હશે. હું અન્ય લોકોને, ખાસ કરીને ભારતના યુવાનોને સરહદી ગામોની મુલાકાત લેવા વિનંતી કરીશ. તે આપણા યુવાનોને વિવિધ સંસ્કૃતિઓથી પરિચિત કરશે અને તેમને ત્યાં રહેતા લોકોના આતિથ્યનો અનુભવ કરવાની તક આપશે.”

જો કે જાણકારોના કહેવા અનુસાર પીએમ મોદીની આ પહેલથી દેશના યુવાનોને પણ સરહદ નજીક આવેલા ગામડાઓ વિશે વિશેષ જાણકારી મળશે. આ ઉપરાંત જાણકારોનુ એવુ પણ માનવું છે કે પીએમ મોદીની આ પહેલથી દેશની સરહદ નજીક આવેલા ગામડાઓમાં પ્રવાસન પણ વધી શકે છે. આપણા દેશમાં મોટી સંખ્યામાં ગામડાઓ એવા છે કે જ્યાં અનોખુ ટેલેન્ટ અને પ્રતિભા ધરાવતા લોકો છે પણ જો તેમને કોઈ સાથ સહકાર અને તેમની પ્રતિભાને પણ શહેર સાથે જોડી દેવામાં આવે તો તેમનો અને ગામડાઓનો પણ વિકાસ અલગ સ્તર પર થઈ શકે છે.