તમિલ મહાકવિ સુબ્રમણ્યમ ભારતીની આજે 138મી જન્મજયંતિ, પીએમ મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા આંતરરાષ્ટ્રીય મહોત્સવને સંબોધિત કરશે
- તમિલ મહાકવિ સુબ્રમણ્યમ ભારતીની 138 મી જન્મજયંતિ
- પીએમ મોદી આંતરરાષ્ટ્રીય મહોત્સવને કરશે સંબોધિત
- સાંજે 4.30 વાગ્યે ભારતી મહોત્સવને કરશે સંબોધિત
- વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાશે આ કાર્યક્રમ
દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે આંતરરાષ્ટ્રીય ભારતી મહોત્સવ 2020ને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધિત કરશે. વડાપ્રધાન ઓફીસ તરફથી ગુરુવારે જારી કરવામાં આવેલ નિવેદન મુજબ વડાપ્રધાન સાંજે 4.30 વાગ્યે આંતરરાષ્ટ્રીય ભારતી મહોત્સવને સંબોધિત કરશે. તો સાથે કહ્યું હતું કે, મહાકવિ વનવાસી સાંસ્કૃતિક કેન્દ્ર તરફથી મહાકવિ સુબ્રમણ્યમ ભારતીની 138મી જન્મજયંતિ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરના કવિઓ અને કલાકારો સામેલ થશે. કોરોના મહામારીના કારણે આ વર્ષે મહોત્સવ વર્ચુઅલ મોડમાં આયોજિત કરવામાં આવી રહ્યો છે. વનવાસી સાંસ્કૃતિક કેન્દ્રના સ્થાપક કે. રવિએ કહ્યું હતું કે, આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતી પુરુસ્કાર પણ આપશે.
સાથે એમ પણ કહ્યું હતું કે, દર વર્ષે આ પુરુસ્કાર એવા પ્રતિષ્ઠિત વ્યક્તિઓને આપવામાં આવે છે, જેમણે સમાજના કોઈપણ ક્ષેત્રમાં મહાન કાર્ય કર્યું છે. આ દરમિયાન તમિલનાડુ સરકારના મંત્રી કે.પંડિયારાજન પણ આ મહોત્સવને સંબોધિત કરશે. 2018માં સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલ કવિ સુબ્રમણ્યમ ભારતીની એક તમિલ કવિતા સંભળાવી હતી. તેઓ મહાકવિ ભરતિયાર તરીકે પણ ઓળખાય છે.
આ પહેલા ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂમિપૂજન સાથે નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો હતો. ભૂમિપૂજન કાર્યક્રમ વૈદિક જાપની વચ્ચે શરૂ થયો હતો અને તેની સમાપ્તિ પછી વડાપ્રધાને પરંપરાગત વિધિ – વિધાનની સાથે શિલાન્યાસ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિલાન્યાસ કાર્યક્રમને સંબોધતા કહ્યું હતું કે,જો જૂના સંસદ ભવન સ્વતંત્રતા પછીના ભારતને દિશા આપે તો નવી ઇમારત આત્મનિર્ભર ભારતની રચનાનું સાક્ષી બનશે.
-દેવાંશી