Site icon Revoi.in

ભારતમાં વિકાસવાદના રાજકારણની શરૂઆત ગુજરાતથી થઈઃ જે.પી.નડ્ડા

Social Share

અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાતની મુલાકાતે છે અને તેમણે અમદાવાદ શહેર નજીક આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ગુજરાત ભાજપના નેતા અને કાર્યકરો સાથે બેઠક કરી હતી. દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ જણાવ્યું હતું કે,  ભારત ગરીબીની રેખાથી 12 ટકા ઉપર છે અને દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોને કારણે જ ભારતીય જનતા પાર્ટીએ ભારતને વિકાસવાદનું રાજકારણ આપ્યું, જેની શરૂઆત ગુજરાતમાંથી થઈ છે.

ગુજરાતની મુલાકાતે આવેલા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સાબરમતી ગાંધી આશ્રમ ગયા હતા. જ્યાં તેમણે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી અર્પણ કરીને વંદન કર્યાં હતા. દરમિયાન કમલમમાં તેમણે ભાજપના નેતાઓ સાથે આ વર્ષે યોજાનારી ચૂંટણી સહિતના મુદ્દા ઉપર ચર્ચા કરી હતી. તેમજ સંગઠનની બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા. ભાજપ સંગઠનની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સામાન્ય કાર્યકરની કામગીરીની કદર કરી પક્ષ યોગ્ય સ્થાન આપે છે. દરમિયાન પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પેજ સમિતિનું મહત્વ અને તેને લઈ ઘર ઘર સુધી ભાજપ કંઈ રીતે પહોંચી શકે તેનું મહત્વ સમજાવ્યું. તેમજ ગુજરાત ભાજપ સંગઠનની કામગીરીથી રાષ્ટ્રીય અધ્યક્ષને અવગત કર્યા હતા. જ્ઞાતિવાદને છોડીને નરેન્દ્ર મોદીએ બારતને વિકાસવાદનું રાજકારણ આપ્યું છે જેની શરૂઆત ગુજરાતથી થાય છે. કોરોનાની રસીને ‘મોદી ટીકા’ કહેતા અખિલેશ યાદવ ચૂપ ચાપ રસી લઈ આવ્યા હતા. જ્યારે બીજા દેશના નાગરિકોને પણ પોતાના બચાવ માટે ભારતનો પવિત્ર રાષ્ટ્રઘ્વજ લગાવીને યુક્રેનની બહાર નીકળવું પડ્યું, એ છે બદલાતું ભારત. કોરોના મહામારીમાં ભારત સરકારે રસી શોધીને દેશના અન્ય રાજ્યોને પુરી પાડી હતી. તેમજ ભારતમાં પમ 180 કરોડથી વધારે રસીના ડોઝ આપવામાં આવ્યાં છે.