- જાણકારોનું અનુમાન
- દેશમાં વેપાર-ધંધો વધવાની સંભાવના
- કોરોના પછી ઈકોનોમી ટ્રેક પર
દેશમાં કોરોનાના સમયમાં કેટલાક પ્રકારનું પ્રોડક્શન અટકી ગયું હતું, મોટા ભાગનું પ્રોડક્શન બંધ થતા દેશના અર્થતંત્રને પણ ભારે નુક્સાનનો સામનો કરવો પડ્યો હતો, પણ હવે જાણકારો અનુમાન લગાવી રહ્યા છે કે કોરોના મહામારી હળવી થતાની સાથે જ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં કામગીરી વેગવાન બની છે.
જાણકારોના અનુસાર કેમિકલ્સ અને કાપડ ઉદ્યોગોના વેચાણ વધ્યા હોવાનું આરબીઆઇ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે અને સાથે સાથે 1701 લિસ્ટેડ મેન્યુફેક્ચરિંગ કંપનીઓના કુલ વેચાણમાં વાર્ષિક ધોરણે 2021-22ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં 27.3 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. જેમાં પેટ્રોલિયમ,નોન-ફેરસ ધાતુઓ,આયર્ન અને સ્ટીલના ઊંચા વેચાણ વૃદ્ધિને કારણે વધારો નોંધાયો છે.
મૂલ્યની દ્રષ્ટિએ મેન્યુફેક્ચરિંગ કંપનીઓનું વેચાણ ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 679462 કરોડ (1685 કંપનીઓ)ની સામે રૂ. 887137 કરોડ રહ્યું હતું. તેમનો ચોખ્ખો નફો 2021-22ના ઓક્ટોબર-ડિસેમ્બર સમયગાળા દરમિયાન 88167 કરોડ હતો.
2,744 લિસ્ટેડ નોન-ગવર્નમેન્ટ નોન-ફાઇનાન્સિયલ કંપનીઓના સંક્ષિપ્ત ત્રિમાસિક નાણાકીય પરિણામોમાંથી 2021-22ના ત્રીજા ત્રિમાસિક ગાળા દરમિયાન ખાનગી કોર્પોરેટ ક્ષેત્રની કામગીરી પરનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. “લિસ્ટેડ ખાનગી નોન-ફાઇનાન્સિયલ કંપનીઓના વેચાણમાં 2021-22ના ત્રીજા ક્વાર્ટરમાં 25.3 ટકાનો વધારો થયો છે, જે અગાઉના ક્વાર્ટરમાં 31.8 ટકા અને એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં 4 ટકા હતો. જ્યારે 1,701 લિસ્ટેડ મેન્યુફેક્ચરિંગ કંપનીઓના કુલ વેચાણમાં 27.3 ટકાની સ્થિર વૃદ્ધિ નોંધવામાં આવી હતી.