સરકારી હોસ્પિટલમાં જમીન ઉપર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ચંદ્રચુડ પણ ભૂતકાળમાં સુઈ ગયા હતા
- હોસ્પિટલના તબીબો અને સ્ટાફમાં હજુ ભયનો માહોલ
- સુપ્રીમ કોર્ટે પોલીસની કામગીરીને લઈને કર્યાં સવાલો
નવી દિલ્હીઃ કોલકાતામાં મહિલા તબીબની હત્યા કેસની હાલ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. દરમિયાન મુખ્ય ન્યાયમૂર્તિ ચંદ્રચૂડએ જણાવ્યું હતું કે, અમે હોસ્પિટલોમાં સામાન્ય રીતે કામ કરવાનો ઉલ્લેખ કર્યો હતો. અમે સરકારી હોસ્પટલમાં ગયા હતા. હું ખુદ સરકારી હોસ્પિટલમાં જમીન ઉપર સુઈ ગયો હતો, ત્યારે ત્યાં કોઈ ન હતું. મારા સંબંધને હોસ્પિટલમાં દાખલ કરાયાં હતા ત્યારે હોસ્પિટલ ગયો હતો. હું જાણું છું કે તબીબો સતત 36 કલાકથી વધારે કલાક કામ કરે છે.
મુખ્ય ન્યાયમૂર્તિએ કેસની સુનાવણી દરમિયાન બંગાળના વકીલેને પૂછ્યું કે, એક વસ્તુ વધારે હેરાન કરનારું છે. મહિલા તબીબનું મોત સવારે 10.10 કલાકે નોંધાયું છે પરંતુ ક્રાઈમ સ્થળને સીઝ કરવાનો સમય 11.30 કલાકે રાતના બતાવ્યું છે. ત્યાં સુધી શું થઈ રહ્યું હતું ?
સ્ટેટસ રિપોર્ટ વાંચ્યા બાદ ચીફ જસ્ટિસે પૂછ્યું કે આરોપીને થયેલી ઈજાનો મેડિકલ રિપોર્ટ ક્યાં છે. તેના પર બંગાળ સરકારના કપિલ સિબ્બલે કહ્યું કે આ ભાગ કેસ ડાયરીનો છે. મુખ્ય ન્યાયાધીશે પૂછ્યું કે શું આરોપીની મેડિકલ તપાસ કરવામાં આવી છે? સોલિસિટર જનરલે કહ્યું કે અમને તે મળ્યું નથી. અમે (સીબીઆઈ) ઘટનાના પાંચમા દિવસે તપાસમાં આવ્યા હતા. તે પહેલા પોલીસે તપાસ કરી હતી. તેના પર કપિલ સિબ્બલે કહ્યું કે અમે કેસ ડાયરી આપી છે. રેકોર્ડમાં જોઈ શકાય છે. સંપૂર્ણ સમયરેખા પણ આપવામાં આવી છે.
એક મહિલા વકીલે કોર્ટમાં કહ્યું કે, આરજી કાર હોસ્પિટલના ડોક્ટરો હજુ પણ ડરી રહ્યા છે. બહુ ઓછા લોકો ફરજમાં જોડાયા છે. ચીફ જસ્ટિસે કહ્યું કે, આ ચિંતાજનક છે. આના જવાબમાં સરકાર વતી હાજર થયેલા સોલિસિટર જનરલે કહ્યું કે, અમે CISFને તેમની સુરક્ષા માટે કહીશું. વકીલે કહ્યું કે, વહીવટી કર્મચારીઓ પણ ડરેલા છે. ચીફ જસ્ટિસે કહ્યું કે જો એવું હોય તો અમને તેમના નામ આપો.
દરમિયાન દિલ્હી મેડિકલ એસોસિએશનના પ્રતિનિધિઓ પણ તેમના મંતવ્યો રજૂ કરવા માટે પરવાનગી માંગી હતી. ચીફ જસ્ટિસે કહ્યું કે આવી તમામ સંસ્થાઓએ નક્કી કરવું જોઈએ કે કોણ પોતાનો અભિપ્રાય રજૂ કરશે. અમે સમિતિને તેમની વાત સાંભળવા સૂચના આપીશું. સુપ્રીમ કોર્ટ સમક્ષ એક સંગઠને નેશનલ ટાસ્ક ફોર્સમાં રેસિડેન્ટ ડોક્ટરોના પ્રતિનિધિની પણ માંગ કરી હતી. ચીફ જસ્ટિસે કહ્યું કે ટાસ્ક ફોર્સ દરેકની વાત સાંભળશે. તમે તમારી વાત ત્યાં મૂકો. ટાસ્ક ફોર્સમાં એવા ડોકટરો છે જેમણે તબીબી સેવામાં લાંબો સમય વિતાવ્યો છે. તમે જે કહેશો તે તે સમજી જશે. અમે નિર્દેશ કરીએ છીએ કે કમિટીએ રેસિડેન્ટ ડોક્ટરોની વાત પણ સાંભળવી જોઈએ.
#JusticeForDoctors #ChiefJusticeChandrachud #HealthcareReality #HospitalConditions #WestBengal #DoctorsLife