નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિએ તેલંગાણાના રાજ્યપાલ અને પુડુચેરીના ઉપરાજ્યપાલ તરીકે ડો.તમિલિસાઇ સૌંદરરાજનનું રાજીનામું સ્વીકાર્યું છે.
ભારતનાં રાષ્ટ્રપતિએ નિયમિત વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ઝારખંડનાં રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણનને પોતાની ફરજો ઉપરાંત તેલંગાણાનાં રાજ્યપાલ અને પુડુચેરીનાં લેફ્ટનન્ટ ગવર્નરની કામગીરી અદા કરવાની પણ જવાબદારી સોંપી છે. આ નિમણૂક તે તારીખથી અમલમાં આવશે જે તારીખથી તેઓ પોતાનું પદ સંભાળશે.