1. Home
  2. ગુજરાતી
  3. રાષ્ટ્રપતિએ આ મહત્વપૂર્ણ બિલની આપી મંજૂરી, હવે કાયદો બનશે
રાષ્ટ્રપતિએ આ મહત્વપૂર્ણ બિલની આપી મંજૂરી, હવે કાયદો બનશે

રાષ્ટ્રપતિએ આ મહત્વપૂર્ણ બિલની આપી મંજૂરી, હવે કાયદો બનશે

0
Social Share

નવી દિલ્હી: લોકસભા અને રાજ્યસભામાં પસાર થયા પછી મુખ્ય ચુંટણી અને અન્ય ચુંટણી કમિશનરોની નિમણૂંક માટેના બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ મંજૂરી આપી છે. સંસદના શિયાળુ સત્રમાં આ બિલને સંસદના બંને ગૃહ લોકસભા-રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું છે. 12 ડિસેમ્બરે મુખ્ય ચુંટણી કમિશનર અને અન્ય ચુંટણી કમિશનર બિલ 2023ને વોઈસ વોટ દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતુ. રાજ્યસભામાં બિલ રજૂ કરતી વખતે, કેન્દ્રિય કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલાએ ચર્ચાનો જવાબ આપતા કહ્યું કે, આ બિલ રાજ્યસભામાં ઓગષ્ટ 2023માં રજૂ કરવામાં આવ્યું હતુ અને મુળ કાયદામાં મુખ્ય ચુંટણી કમિશનર અને અન્ય ચુંટણી કમિશનરોની નિમણૂંક માટેની જોગવાઈ નથી.

તેમણે કહ્યું હતુ કે સુપ્રીમ કોર્ટે સરકારને આ અંગે કાયદો બનાવવાનો નિર્દેશ આપ્યોં હતો તેના આધારે આ બિલ લાવવામાં આવ્યું હતુ. વિરોધી પક્ષોએ આ બિલનો વિરોધ કર્યો હતો. તેમજ કહ્યું હતુ કે આનાથી ચુંટણીની નિષ્પક્ષતા પર અસર પડી શકે છે. વિપક્ષના વાંધાઓને નકારી કાઢતા કાન્દ્રિય કાયદા મંત્રીએ કહ્યું હતુ કે, ચુંટણી પંચ નિષ્પક્ષ છે. આ સુધારા પછી પણ બિલ નિષ્પક્ષ રહેશે. તેમણે કહ્યું હતું કે સરકાર પણ આ માટે પ્રતિબદ્ધ છે. આ બિલ પ્રગતિશીલ છે. આ કાયદા પહેલા સરકાર આ પદો પર નુમણૂંક માટે નામ નક્કી કરતી હતી. પરંતુ હવે સર્ચ અને સિલેક્શન કમિટીની રચના કરવાની દરખાસ્ત કરતું બિલ પણ સામેલ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પસંદગી સમિતિની પણ રચના કરવામાં આવશે. વડાપ્રધાન આ પસંદગી સમિતીના વડા હશે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code