બેંગલુરુ- દેશના 5 રાજ્યોમાં વિઘાનસભઆની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ સ્થિતિમાંભારતીય જનતા પાર્ટીએ કર્ણાટક રાજ્યમાં પોતાની પાર્ટીના અધ્યક્ષ બદલ્યા છે.અને આ જવાબદારી અન્ય નેતાને શીરે સોપવામાં આવી છે.
રાજ્યમાં બે દિવસ પહેલા પૂર્વ મુખ્યમંત્રી સદાનંદ ગૌડાએ અચાનક રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. હવે ભારતીય જનતા પાર્ટીએ પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાના પુત્ર વિજયેન્દ્ર યેદિયુરપ્પાને કર્ણાટક ભાજપના અધ્યક્ષ બનાવ્યા છે. તેઓ નલિન કુમાર કાતિલનું સ્થાન લેશે.
ઉલ્લેખનીય છે કે ભાજપે કર્ણાટક વિધાનસભા ચૂંટણી નલિન કુમાર કાતિલના નેતૃત્વમાં લડી હતી. પરંતુ તેને હારનો સામનો કરવો પડ્યો હતો.કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ સંકેત આપ્યા હતા કે વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની હાર બાદ પ્રદેશ અધ્યક્ષ નલિન કુમાર કાતિલને બદલી શકાય છે. તેઓ ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો કરી ચૂક્યા છે.
આ સાથે જ દક્ષિણ કન્નડમાંથી ત્રણ વખત લોકસભાના સભ્ય રહેલા કાતિલને ઓગસ્ટ 2019માં ત્રણ વર્ષના કાર્યકાળ માટે રાજ્ય એકમના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમને ગયા વર્ષે એક્સટેન્શન આપવામાં આવ્યું હતું.
BY વિજયેન્દ્રને આગામી લોકસભા ચૂંટણી, BJP-JDS ગઠબંધનમાં હલચલ, ઓપરેશન હસ્ત સહિત અનેક પડકારોનો સામનો કરવો પડે છે. શિકારીપુરાના ધારાસભ્યનો આગામી શિકાર એટલો સરળ નથી. અનેક અવરોધોને પાર કરીને પાર્ટીનું નેતૃત્વ અને નિર્માણ કરવું પડશે. તો ભાજપના નવા પ્રદેશ પ્રમુખ વિજયેન્દ્ર સામે અનેક પડકાર હશે.