Site icon Revoi.in

દેશમાં હાઈવે પરના દબાણો દૂર કરવામાં આવશે

Social Share

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પર દબાણો અંગે ચિંતા વ્યક્ત કરતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયને આદેશ આપ્યો હતો કે રસ્તાઓ પર અકસ્માત અટકાવવા માટે દબાણ હોય તેને હટાવવા માટે અલગ અલગ ટીમની રચના કરવામાં આવે. ન્યાયમુર્તિ અભય એસ ઓકા અને ન્યાયમૂર્તિ ઓગીસ્ટન જોર્જ મસીહએ મંત્રાલયને એક પોર્ટલ બનાવવાનો પણ આદેશ આપ્યો. જયા લોકો હાઇવેના દબાણના ફોટોગ્રાફ લઈને અપલોડ કરી ફરિયાદ કરી શકે. કેન્દ્રને પોર્ટલનું વ્યાપક પ્રચાર અને પ્રસાર કરવાના પણ નિર્દેશ કર્યો હતો. ખંડપીઠે કહ્યું કે પોર્ટલનો એક ટ્રોલ ફ્રી નંબર પણ બહાર પાડો જેથી લોકો હાઇવે પરના દબાણો માટે રિપોર્ટ આપી શકે.

કોર્ટ જ્ઞાન પ્રકાશ નામના વ્યક્તિ દ્વારા રજૂ કરેલી અરજી ઉપર તેમની રજૂઆતો પણ સાંભળી હતી. જેમાં અરજદારે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય રાજમાર્ગ (૨૦૦૨)ના નિયમનો ચુસ્ત પણે પાલન થાય અને લોકો હાઇવેની ગંભીરતાને સમજે તેવા નિર્દેશ કરવા વિનંતી કરી હતી, તેમજ હાઈવે પરના દબાણોને હટાવા દાદ માંગી હતી. ધારાશાસ્ત્રી સ્વાતિ ઘીલિયાડને સુપ્રીમે કોર્ટે આ મામલે મદદ કરવા માટે અમિકસ ક્યુરી નિયુક્ત કરવામાં આવ્યા છે. કોર્ટે નિર્દેશ કર્યો હતો કે, તમે હાઈવે પરથી દબાણોને હટાવવા માંગો છો તો યોગ્ય ટીમોને હાઇવેનું નિરીક્ષણ કરવા દો અને દબાણ હટાવવા માટે સક્ષમ અધિકારીને રિપોર્ટ સોપો.