- મહામારીમાં દર્દીઓને પડ્યા પર પાટું
- સ્વાસ્થય માટે ફાયદાકારક નાળિયેરના ભાવમાં વધારો
- લીલા નાળીયેરના ત્રોફાના ભાવ 70 થી 80 રૂપિયા
રાજકોટ:નારિયળ પાણી પીવાના અનેક ફાયદા છે. નારિયળ પાણી ઘણા પોષક તત્વોથી ભરપૂર હોઈ છે. જેથી અનેક બીમારીઓ સામે રક્ષણ પણ આપે છે. એવામાં હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે દર્દીઓને નારિયળ પાણી પીવડાવવામાં આવતું હોઈ છે. પંરતુ હાલ દર્દીઓને પડ્યા પર પાટું લાગ્યું હોઈ એવી સ્થિતિ સર્જાઈ છે. રાજકોટની જયુબેલી માર્કેટ ખાતે લીલા નારિયેળીના ત્રોફાના ભાવ આસમાને પહોંચ્યા છે.
એક લીલા નારિયેળના ત્રોફના 70 થી 80 રૂપિયા ભાવ બોલાઈ રહ્યા છે. અને હજુ પણ ભાવ 100ને પાર જાય તેવી શક્યતા સેવાઈ રહી છે. ત્યારે એક બાજુ લોકો મહામારી સામે લડી રહ્યા છે અને હવે મોંઘવારી સામે ઝઝૂમવાનો વારો આવ્યો છે.
જોકે કોરોનાથી બચવા માટે લોકો બધા પ્રકારના ઉપાયો અપનાવી રહ્યા છે.કોરોનાથી બચવા માટે સરકાર તો પોતાના તમામ પ્રયાસ કરી રહી છે.અને લોકોને પણ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.
કોરોનાથી બચવા માટે કેટલાક લોકો સ્વદેશી નુસ્ખા અપનાવી રહ્યા છે. મહત્વ છે કે નાના મોટા વેપારી દ્વારા આ રીતે ભાવ વધારી દેવામાં આવતા લોકોમાં થોડી નારાજગી પણ વ્યકત કરવામાં આવી છે.
દેવાંશી