કર્ણાટકમાં હાઈ-એન્ડ ઈલેક્ટ્રિક વાહનોની કિંમત વધવાની છે, કેમ કે રાજ્ય સરકારએ રજિસ્ટ્રેશનના સમયે વાહનની કિંમતના 10% લાઈફ ટાઈમ ટેક્સ વસૂલ કરવાનું નક્કી કર્યુ છે. સરકારે એક નોટિફિકેશનમાં કહ્યું છે કે નવા નિયમ ઈલેક્ટ્રિક કાર, જીપ અને બસો પર લાગૂ થશે.
• 2030 સુધી 23 લાખ ઇલેક્ટ્રિક વાહનો હશે
ઇકો-ફ્રેન્ડલી મોબિલિટી સિસ્ટમ્સને પ્રોત્સાહન આપવા માટે, કર્ણાટક કિંમત લિમિટને ધ્યાનમાં લીધા વગર છેલ્લા સાત વર્ષથી EVs પર કરમાં છૂટ આપી રહ્યું છે. અમીર લોકોની માલિકીની લક્ઝરી ઇવીની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, સરકાર તેની વ્યૂહરચના પર ફરી વિચાર કરી રહી છે. સરકારનું અનુમાન છે કે 2030 સુધીમાં એકલા બેંગલુરુમા 23 લાખ ઇલેક્ટ્રિક વાહનો હશે, 2021માં 80,000 ઇલેક્ટ્રિક વાહનો હશે. આખા રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા 3 લાખને પાર કરી ગઈ છે.
• 25 લાખથી વધુની કિંમતની ગાડીઓ પર ટેક્સ લાગશે
શરૂઆતમાં, 20 લાખથી વધારે કિંમતના વાહનો પર લાઈફટાઈમ ટેક્સ લાદવાની દરખાસ્ત હતી, પણ રાજ્ય સરકારની મંજૂરીથી, આ લિમિટ બદલીને 25 લાખથી વધારેમાં કરવામાં આવી છે. રાજ્યપાલની સહમતિ મળ્યા પછી, કર્ણાટક મોટર વાહન ટેક્સેશન અધિનિયમને વિશેષ રાજ્ય ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જેનાથી આ ટેક્સ વસૂલાતનો રસ્તો ખુલી ગયો હતો.
ઈલેક્ટ્રિક વાહનો ઉપરાંત પેટ્રોલ અને ડીઝલથી ચાલતા ટ્રાન્સપોર્ટ અને કોમર્શિયલ વાહનોને પણ રજીસ્ટ્રેશન માટે વધતા ખર્ચનો સામનો કરવો પડશે. અધિનિયમમાં સુધારો ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં ડ્રાઇવરો અને અન્ય કામદારો માટે કલ્યાણ ભંડોળ બનાવવાના ઉદ્દેશ્ય સાથે પરિવહન વાહનો પર 3% સેસ લાદે છે.